ટાઈગર રિઝર્વનું નામ હવે રામગંગા નેશનલ પાર્ક કરાશે

નવી દિલ્હી, દેશ અને દુનિયામાં પ્રસિધ્ધ જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વનુ નામ બદલીને હવે રામગંગા નેશનલ પાર્ક કરવા માટે તૈયારીઓ શરૂ થઈ છે.
૩ ઓક્ટોબરે કેન્દ્રીય વન મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ જીમ કોર્બેટ નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યુ હતુ કે, પાર્કનુ નામ બદલીને રામગંગા નેશનલ પાર્ક કરવામાં આવશે.
તેમણે અધિકારીઓ સાથે આ સંદર્ભમાં વાત પણ કરી હતી અને વિઝિટર બૂકમાં લખેલા પોતાના સંદેશમાં પણ જીમ કોર્બેટ નેશનલ પાર્કની જગ્યાએ રામગંગા નેશનલ પાર્ક જ લખ્યુ છે. કેન્દ્રીય મંત્રીની મુલાકાત બાદ હવે મનાઈ રહ્યુ છે કે, સરકાર આ અભ્યારણ્યનુ નામ બહુ જલદી બદલશે.
૧૯૩૬માં જ્યારે તેની સ્થાપના થઈ ત્યારે તે સમયના ગર્વનર માલ્કમ હેલીના નામ પર પાર્કનુ નામ રખાયુ હતુ. આઝાદી બાદ તેને રામગંગા નેશનલ પાર્ક નામ અપાયુ હતુ. એ પછી પ્રસિધ્ધ શિકારી જિમ કોર્બેટની મોતના બે વર્ષ બાદ ૧૯૫૭માં તેને જિમ કોર્બેટ નેશનલ પાર્ક નામ અપાયુ હતુ. આ પાર્કમાં દર વર્ષે લાખો ટુરિસ્ટ વાઘ અને બીજા પ્રાણીઓને જાેવા માટે જંગલ સફારી પર આવતા હોય છે.SSS