‘આવુંય થાય’ ગુજરાતી વેબ સિરીઝનું ટ્રેલર લોન્ચ થયું
ગુજરાતની સૌથી યંગ લેડી પ્રોડ્યૂસર દ્વારા વેબ સિરીઝ પ્રોડ્યૂસ કરવામાં આવી છે
અમદાવાદ , આર જે રુહાન (RJ Ruhan) અને મોનલ ગજ્જર (Monal Gajjar) સાથે જે સિરીઝ એન્ટરટેન્મેન્ટમ અંતર્ગત જાનવી બારોટ (Jhanvi Barot) સાથે બનાવવામાં આવેલ આવુંય થાય ગુજરાતી (Gujarati) વેબ સિરીઝનું (Web series) ટ્રેલર લોન્ચ (trailer launched) કરવામાં આવ્યું હતું જે આસ્થા પ્રોડકશન (Aastha production) હેઠળ બનેલી છે. આ સિરીઝ ને ગુજરાતની સૌથી યંગ લેડી પ્રોડ્યુસર જાનવી બારોટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને જાણીતા રાઇટર સંદીપ દવે (Sandip Dave) આ વેબ સિરીઝના લેખક છે.આ વેબ સિરીઝ નવરાત્રી પછી રિલીઝ કરવામાં આવશે.
આ વેબ સિરીઝ માં એક સેલ્સમેન ની લવ સ્ટોરી જોવા મળશે જેને સામાન્ય લોકો પોતાની લાઈફ સાથે કનેક્ટ કરી શકશે. ગુજરાતીઓ માટે આ વેબ સિરીઝ ખરેખર તેમના હૃદય માં વસી જાય તેવી હશે સિરીઝ ના દરેક ડાયલોગ અને લખાણ માં ગુજરાતીપણું જોવા મળશે. એક છોકરી જે 20 થી વધારે છોકરાઓ ને રિજેક્ટ કરી દે છે અને ના છૂટકે એક સામાન્ય સેલ્સમેન ને તેણીએ પસંદ કરવું પડે છે એ સમય ના પ્રેમ ના હાવભાવ અને સંવાદ ખરેખર જોવાલાયક હશે. અને ત્યાર બાદ બંને ના જીવન માં કયા પ્રકાર ના પરિવર્તન આવે છે અને સિરીઝ જોતા દરેક ગુજરાતી કહેશે આવુંય થાય…!!
આ ટ્રેઇલર લોન્ચ દરમિયાન વેબ સિરીઝના પ્રોડ્યુસર જાનવી બારોટએ જણાવ્યું કે ” આ એક અલગ લવ સ્ટોરી છે જેમાં એક સેલ્સમેનની લાઈફ સાથે આખી વેબ સિરીઝની વાર્તા સંકળાયેલી છે. આજના સમયમાં ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં વેબ કન્ટેન્ટ ઘણું બધું છે જયારે ગુજરાતી ભાષામાં હજી પણ આપણે પાછળ છીએ.
લોકો બીજી ભાષા ની સાથે ગુજરાતી કન્ટેન્ટ પણ ઓનલાઇન પ્લેટફોર્મમાં જોઈ શકે . આ વેબ સિરીઝના ટોટલ 7 એપિસોડ છે. આ વેબસીરીઝ યુટ્યુબ Youtube જે સિરીઝ એન્ટરટેન્મેન્ટમની J series entertainment ચેનલ પર લોન્ચ થશે જેનાથી વધારે લોકો આ વેબસીરીઝ જોઈ શકે. વેબ સિરીઝની રિલીઝ ડેટ અમે નવરાત્રી પછી જાહેર કરીશું”.
ફિલ્મના એક્ટર આર જે રુહાન એ જણાવ્યું કે ” કુલ 7 એપિસોડ અને 92 મિનિટ ની આ વેબ સિરીઝ લોકો ને ગમશે એની મને ખાતરી છે કેમકે આનું લખાણ ખુબજ ચોખવટ વાળું અને લોકો ના દીલ ને છુવી જાય તેવું છે.
ગુજરાતી ભાષા એ આપણી ભાષા છે અને લોકો ને એ પ્રત્યે જાગૃત કરવું એ આપણી ફરજ છે અમે દર્શકો ને બતાવવા માંગીએ છીએ કે સારી સ્ટોરી ફક્ત બૉલીવુડ ફિલ્મો અને હિન્દી સિરીઝ માં નથી હોતી પણ ગુજરાતી માં પણ એટલીજ સરસ સ્ટોરીલાઇન સાથે ની સિરીઝ બનાવી શકાય છે જે લોકો ને એક સાથે 9 એપિસોડ જોવા માટે મજબુર કરે. હું આશા રાખું છું કે અમારું કન્ટેન્ટ અને એક્ટિંગ લોકો ને ખુબજ ગમશે.