Western Times News

Gujarati News

દારૂની ટ્રકને જવા દેવા માટે પોલીસે બે પેટી પડાવી

પ્રતિકાત્મક

મહેસાણા, શહેરના ફતેહપુરા સર્કલ પાસે બે દિવસ પહેલા દારૂ ભરેલી એક ટ્રક ઝડપાઈ હતી. જાે કે, ઘટનાના બીજા જ દિવસે અલગ જ હકીકત સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધીમાં ફતેપુરા સર્કલ પાસે જ એક કોન્સ્ટેબલ, બે રિટાયર્ડ ટીઆરબી અને બે રિટાયર્ડ જીઆરડીએ ૧૬.૫૬ લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી.

જાે કે, તોડપાણી કરવા માટે પોલીસે ટ્રકમાં જયપુર જિલ્લાના આમેર તાલુકાના બુટલેગરનું અપહરણ કર્યું હતું અને ધાકધમકી આપીને બે પેટી દારૂ પડાવી ટ્રક જવા દીધી હતી. જાે કે, બાદમાં આ ટ્રકને મહેસાણા પેરોલ ફ્લોએ નંદાસણ પાસે પકડી હતી.

પોલીસ જ બે પેટી દારૂની લૂંટ ચલાવ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં પ્રકાશમાં આવતા એસપી પાર્થરાજસિંહ ગોહિલે ટ્રાફિક શાખાના કહેવાતા પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરાવીને તેમની સામેની તપાસ ડીવાયએસપીને સોંપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આમેરના બબલુકુમાર સૈનીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે સંજયકુમાર ચૌધરી, ફિરદોષ, આકાશ વાઘેલા, પ્રવિણ રાવલ અને સતીષનું નામ આપતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજસ્થાનના જયપુરના આમેર તાલુકાના વિશ્વકર્મા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા બુટલેગરે નોંધાવેલી ફરિયાદ મુજબ બબલુ જયપુરથી દારૂનો જથ્થો ભરેલી ટ્રક લઈ શુક્રવારે રાતે ૧૧ વાગ્યે ફતેપુરા સર્કલ પાસે પહોંચ્યો હતો.

ત્યારે સસ્પેન્ડેડ પોલીસકર્મીઓએ તલાશી લેતા દારૂ મળી આવ્યો હતો. ત્યારબાદ તેઓએ બુટલેગરને ટૂ-વ્હીલર પર બેસાડીને લઈ ગયા હતા અને પૈસા પડાવવા માટે ધમકી આપી હતી. જાે કે, પૈસા ન મળતા બે પેટી દારૂ પડાવીને ટ્રક જવા દીધી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ સસ્પેન્ડેડ પોલીસની લૂંટારૂ ટોળકીએ તોડપાણી કરવા માટે દારૂ ભરેલી ટ્રક આખી રાત બાયપાસ રોજ તેમદ નજીકના વિસ્તારોમાં ફેરવી હતી. આ ટોળકીએ ડ્રાઈવર માપતે રાજસ્થાનના મુખ્ય દારૂના ધંધાર્થીને ફોન કરીને કહ્યું હતું કે, ટ્રકને છોડાવવી હોય તો કહીએ તેટલા રૂપિયા મોકલી આપ તેવી પણ માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલાની ડીવાયએસપી દ્વારા તપાસ ચાલી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.