NCB ઓફિસર સમીર વાનખેડેની પત્ની અભિનેત્રી છે

મુંબઈ, શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને રિયલ લાઈફ સિંઘમ કહેવાઈ રહ્યા છે. ડ્રગ્સ નેક્સસના મૂળ સુધી પહોંચવા માટે સમીર વાનખેડે દિવસ-રાત કામ કરી રહ્યા છે.
સમીર વાનખેડેની બાજ નજરોથી બચવું આરોપીઓ માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. જાેકે, અહીં તમને રિયલ લાઈફ સિંઘમ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વિશે જણાવીશું. ક્રાંતિ રીલ લાઈફ સિંઘમ એટલે કે એક્ટર અજય દેવગણ સાથે કામ કરી ચૂકી છે.
ક્રાંતિ રેડકર મુંબઈમાં ઉછરી છે અને તેણે માટુંગાની રામનારાયણ રહિયા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ૨૦૧૭માં સમીર અને ક્રાંતિના લગ્ન થયા હતા. તેમની ટિ્વન્સ દીકરીઓ છે. ક્રાંતિ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. ક્રાંતિ રેડકરનું નામ મરાઠી ફિલ્મો, ટીવી શો અને થિયેટરની દુનિયામાં જાણીતું છે.
જાેકે, તે બોલિવુડ ફિલ્મમાં પણ જાેવા મળી છે. ૨૦૦૦ની સાલમાં મરાઠી ફિલ્મ ‘સુન અસાવી આશી’ દ્વારા ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરનારી ક્રાંતિને ૨૦૦૩માં જ પ્રકાશ ઝાની ફિલ્મમાં કામ મળ્યું હતું. ૨૦૦૩માં ક્રાંતિએ પ્રકાશ ઝાની ફિલ્મ ‘ગંગાજલ’માં અભિનય કર્યો હતો.
આ ફિલ્મમાં અજય દેવગણ લીડ રોલમાં હતો. જ્યારે ક્રાંતિને કિડનેપ થનારી યુવતીનો મહત્વનો રોલ મળ્યો હતો. જણાવી દઈએ કે, સમીર વાનખેડેના રડારમાં અનેક બોલિવુડ સેલેબ્સ આવી ચૂક્યા છે. તેમણે ૨૦૧૩માં બોલિવુડ સિંગર મિકા સિંહને વિદેશી નાણાં સાથે પકડ્યો હતો.
આ સિવાય અનુરાગ કશ્યપ અને રામ ગોપાલ વર્માની સંપત્તિ પર પણ દરોડા પાડ્યા હતા. વાનખેડે મુંબઈ એરપોર્ટ પર ફરજ બજાવતા હતા ત્યારે ૨૦૧૧ની વર્લ્ડ કપ ટ્રોફીને લઈ જતી રોકી હતી કારણકે તેની કસ્ટમ ડ્યૂટી નહોતી ચૂકવાઈ. જ્યાં સુધી કસ્ટમ ડ્યૂટી ભરવામાં ન આવી ત્યાં સુધી સમીર વાનખેડેએ ટ્રોફી આપી નહોતી.SSS