Western Times News

Gujarati News

બી.જે.મેડિકલ વિવાદઃ આખી રાત વિદ્યાર્થિનીઓ ખુલ્લામાં સૂવા મજબૂર

અમદાવાદ, જર્જરિત હોસ્ટેલ સહિતની સુવિધાઓ અંગે બી.જે.મેડિકલ કોલેજના એમબીબીએસના વિદ્યાર્થીઓ હડચાળ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. બુધવારે તંત્રએ તેમની વાત ન સાંભળતા વિદ્યાર્થિનીઓ સામાન લઇને હોસ્ટેલની બહાર નીકળી ગઇ હતી અને હોસ્ટેલનો ત્યાગ કર્યો હતો.

આટલું જ નહીં પરંતુ વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલની બહાર રાત વિતાવીને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓની માંગ છે કે, એમબીબીએસના વિદ્યાર્થીઓને નર્સિંગ, ડેન્ટલ અને અન્ય કોર્સના વિદ્યાર્થીઓની જેમ કેમ્પસમાં જ સારી હોસ્ટેલ ફાળવવામા આવે અને તમામ પુરતી પ્રાથમિક સુવિધાઓ આપવામા આવે.

બુધવારે હોસ્ટેલનો ત્યાગ કરીને વિદ્યાર્થીઓએ માથે તકિયા અને સામાન સાથે ડીન ઓફિસ સુધી રેલી કાઢી હતી. ત્યારબાદ તેમના પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ડીન ઓફિસ પાસે જ બિસ્તરા પોટલા રાખીને ધામા નાંખ્યા છે. છતાં આ પડતર પ્રશ્નોના કોઇ નિકાલ આવ્યા નથી. જેથી વિદ્યાર્થિનીઓ આખી રાત હોસ્ટલની બહાર વિતાવવા માટે મજબૂર બની હતી.

નોંધનીય છે કે, શહેરની બી.જે. મેડિકલ કોલેજના યુજી-પીજીના વિદ્યાર્થીઓએ પાણી-ડ્રેનેજ, જર્જરિત હોસ્ટેલ સહિત પ્રાથમિક સુવિધાઓ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ ઉકેલ આવતો ન હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે બુધવારે મેડિકલના વિદ્યાર્થીઓએ હોસ્ટેલનો ત્યાગ કરીને આંદોલન માર્ગે વિરોધ નોંધાવ્યો હતો. ભાવિ ડોકટરો તેમની પ્રાથમિક સુવિધાઓને લઇને લડી લેવાના મૂડમાં દેખાય રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.