Western Times News

Gujarati News

મોડાસા સહીત અરવલ્લીમાં નવરાત્રિની તૈયારીઓમાં ખેલૈયા વ્યસ્ત

(પ્રતિનિધિ) મોડાસા, નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોડાસામાં ગરબાની વિવિધ સ્ટાઇલ શીખવા માટે યુવાધનમાં થનગનાટ જોવા મળી રહયો છે. ગરબાની સ્ટાઇલમાં દોઢીયુ, પોપટીયુ અને હિંચ જેવા સ્ટેપ મહત્વનાં હોવાથી ખેલૈયાઓ હાલમાં આ સ્ટેપ શીખવાની મથામણ કરી રહયા છે. કોરીઓગ્રાફરોએ આ વખતે દોઢીયામાં વેસ્ટર્ન સ્ટેપનો ઉમેરો કરી નવી સ્ટાઇલ બનાવી છે. ગરબામાં હિન્દી ફિલ્મી ગીતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે શીખવા આવતાં ખેલૈયાઓમાં ગુજરાતી ગીતોનો પણ કેઝ જોવા મળી રહયો છે.

મન મુકીને ગરબા રમવાનો તહેવાર એટલે નવલી નવરાત્રી. નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહયા છે. નવરાત્રીમાં ગરબે ગુમવા માટે યુવાધન મનોમન થનગની રહયું છે.આ સિઝનમાં આવતાની સાથે રાજયરભરમાં યુવાધન હીલોળે ચડી હજારો રુપિયા ખર્ચી નવરાત્રીના ગરબાનો અનેરો આનંદ માણતુ હોય છે તો ખેલૈયાઓ એક હજારથી વધુ રુપિયા ખર્ચીને ગરબા કલાસીસમાં વિવિધ સ્ટાઇલ શીખવા જતાં હોય છે.

ચાલુ સાલે નવરાત્રીનો પ્રારંભ થવાને આડે હવે ગણત્રીના દિવસો બાકી છે ત્યારે નવલી નવરાત્રીમાં અવનવા સ્ટેપ અને સ્ટાઇલ સાથે ગરબા રમવા માટે મોડાસા શહેરમાં ખેલૈયાઓ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. ખેલૈયાઓ ગરબાની અવનવી સ્ટાઇલ શીખવા માટે કોરીઓગ્રાફરો દ્વારા ઠેર ઠેર કલાસ શરુ કરી દેવામાં આવ્યા છે. ગરબાની સ્ટાઇલ શીખવા માટે દોઢીયુ પાયો ગણવામાં આવે છે. જે બાદ પોપટીયું અને હિંચ ખેલૈયાઓને શીખવામાં આવે છે. ગરબામાં અવનવી સ્ટાઇલ બનાવવા માટે કોરીઓગ્રાફરો દોઢીયુ, પોપટીયુ અને હિંચમાં કેટલાક સ્ટેપ ઉમેરતા હતાં હોય છે. આ વખતે દોઢીયામાં ૮ સ્ટેપ ૧૬ સ્ટેપ, ૩૨ સ્ટેપ, ૪૮ સ્ટેપ અને ૧૦૮ સ્ટેપનો ઉમેરો કરી ગરબાની નવી સ્ટાઇલ બનાવામાં અવી છે જેમાં એકના એક સ્ટેપ બીજી વાર રીપીટ થતાં નથી.

નાસિક થી નવરાત્રીના અવનવા સ્ટેપ શીખવાડવા આવતા જીગર ભાવાણીએ જણાવ્યું હતું કે ગુજરાતી ગરબા સહીત નવરાત્રીની સિઝનમાં વર્તમાન ફેમસ હિન્દી ગીતો ઉપર અવનવા સ્ટેપ અને સ્ટાઇલો તૈયાર કરવામાં આવી છે. જેમાં સાલશા ડાન્સને ગરબામાં કનર્વટ કરવામાં આવ્યો છે. જયારે આ વખતે ચાર ચાર બંગડી વાળી, લે કચુકો લે, તેમજ ગુજરાતી ગીતો પર ખેલૈયાઓ મન મુકી ઝુમશે જેને લઇને ખેલૈયાઓ દ્વારા તૈયારીઓ થઈ રહી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.