મોદીએ ‘નવરાત્રિ’ પર બધાના જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી
નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિના પ્રથમ દિવસે શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ તહેવાર બધાના જીવનમાં શક્તિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને આવે. તેમણે ટ્વીટ કરીને બધાને નવરાત્રિની શુભકામનાઓ આપી હતી. આવનારા દિવસો જગત જનની માની પૂજામાં શ્રદ્ધાળુઓ લીન થવાના છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે નવરાત્રિનો પ્રારંભ પ્રથમ દિવસે મા શૈલપુત્રીના પૂજનની સાથે થાય છે. શૈલપુત્રીનો અર્થ પહાડોની પુત્રી અને દુર્ગાના નવ રૂપોમાંની એક, જેને નવરાત્રિના પહેલા દિવસે પૂજવામાં આવે છે. આ પહેલાં કળશની સ્થાપના કરવામાં આવી છે. વડા પ્રધાને ટિ્વટર પર માતા શૈલપુત્રીને સમર્પિત એક સ્તુતિ પણ શેર કરી હતી.
નવરાત્રિના તહેવારના પ્રથમ દિવસે દેશભરમાં માતાના મંદિર ઝળહળી ઊઠ્યા હતા. જાેકે હાલ કોરોનાને લીધે કેટલીક સખતાઈ અને પ્રતિબંધો છે. આ સતત બીજુ વર્ષ છે, જ્યારે નવરાત્રિનો તહેવાર કોરોના રોગચાળામાં ઊજવવામાં આવી રહ્યો છે.
ે વડા પ્રધાન મોદીએ સાત ઓક્ટોબર, ૨૦૨૧એ જાહેર જીવનમાં ૨૦ વર્ષ પૂરાં કરી લીધાં છે. આ ૨૦ વર્ષોમાં તેઓ ૧૨ વર્ષથી વધુ ગુજરાતના મુખ્ય પ્રધાન અને હાલ સાત વર્ષોથી વધુ સમય દેશના વડા પ્રધાન છે. આ સમયગાળામાં તેઓ એક પણ ચૂંટણી નથી હાર્યા.HS