પાર્લે ઝડપથી વૃદ્ધિ પામતી માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક બ્રાન્ડ
મુંબઈ, પાર્લે એગ્રોના મંત્રમુગ્ધ કરનારા માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક બી ફિઝનું સૂત્ર બી બોલ્ડ, બી બ્રેવ છે. ભારતની બેવરેજ શ્રેણીમાં આગેવાન કંપનીએ બી ફિઝ માટે ફરી એક વાર ધારદાર નવી એડ કેમ્પેઈન રજૂ કરી છે અને બ્રાન્ડ માટે નવો ચહેરો અર્જુન કપૂરને ઉતાર્યો છે. નવી એમ્બેસેડર- ડ્રિંક જાેડી રજૂ કરતાં પાર્લે એગ્રોએ બી ફિઝ સાથે નીડરતા અને બોલ્ડનેસને જાગૃત કરી છે.
મહામારી વચ્ચે ગયા વર્ષે પ્રચલિત ફ્રૂટ ડ્રિંક શ્રેણીમાં રજૂ કરવામાં આવેલો પાર્લ એગ્રોનો આ રોમાંચક ઉમેરો બી ફિઝને અસાધારણ સફળતા મળી હતી.
દ્વિતીય ડેટા રિસર્ચ અનુસાર એક વર્ષમાં બી ફિઝે એકલાએ તેની આજ સુધી વધતી માગણી સાથે લગભગ ૧૦ ગણાથી માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક શ્રેણીની વૃદ્ધિ પ્રેરિત કરી છે. તેના અજાેડ સ્વાદ અને ૧૬૦ મિલિ એસકેયુ માટે રૂ. ૧૦ની કિંમતે શ્રેણીમાં નવીનતા હાંસલ કરતાં પાર્લે એગ્રોએ વર્ષમાં અડધો અબજ જેટલાં યુનિટ્સ વેચવા સાથે ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક બ્રાન્ડ પણ બની છે.
છેલ્લા એક વર્ષમાં બી ફિઝની અદભુત વૃદ્ધિ થઈ છે, જેણે આ પ્રચલિત ફ્રૂટ ડ્રિંક શ્રેણીમાં અમારા વેચાણનો ગુણાંક અને વિસ્તાર કરવા સાથે ભારતમાં લગભગ અસ્તિત્વમાં નહોતી તેવી માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક શ્રેણી અનેકગણી વૃદ્ધિ પામી રહી છે.
મહામારી વચ્ચે પોર્ટફોલિયોનું સફળ વિસ્તરણ અમારી કટિબદ્ધતા અને મહત્ત્વાંકાક્ષાનો ઉત્તમ દાખલો છે. ભવિષ્ય પર નજર ફેરવતાં અમે બી ફિઝ સાથે માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક શ્રેણીને ઓર વધારવા સાથે એપ્પી ફિઝ અને બી ફિઝને એકત્રિત રીતે ૨૦૩૦ સુધી ૧૦,૦૦૦ કરોડની શ્રેણી સુધી સ્પાર્કલિંગ ફ્રૂટ ડ્રિંકની શ્રેણીને લઈ જવા માગીએ છીએ, એમ પાર્લે એગ્રોનાં જાેઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર નાદિયા ચૌહાણે જણાવ્યું હતું.
પાર્લે એગ્રો સાથે આ સહયોગ વિશે બોલતાં અભિનેતા અર્જુન કપૂર કહે છે, હું બી ફિઝ જેવા અજાેડ, બોલ્ડ અને ક્રાંતિકારી ડ્રિંકનું પ્રતિનિધિત્વ કરવા માટે બેહદ રોમાંચિત છું.
બ્રાન્ડની વિચારધારા અને તમારું વ્યક્તિત્વ ઉત્તમ રીતે સુમેળ સાધે એવું ઘણી વાર બનતું હોય છે અને બી ફિઝ સાથે મારું જાેડાણ તેવું જ છે. એડ માટે શૂટિંગ ખાસ કરીને બ્રાન્ડનો એડવર્ટાઈઝિંગ પ્રત્યે અભિગમ અજાેડ હોવાથી ઉત્તમ અનુભવ રહ્યો છે. હું બ્રાન્ડ માટે પાર્લે એગ્રોના વિઝનનો હિસ્સો બનવા ભારે રોમાંચિત છું અને તેમની વૃદ્ધિના પ્રવાસનો હિસ્સો બનવા માટે ઉત્સુક છું.
બેવરેજ ઉદ્યોગમાં આગેવાન પાર્લે એગ્રો પ્રા. લિ. રૂ. ૭૦૦૦ કરોડના બ્રાન્ડ ટર્નઓવર સાથે ભારતની સૌથી વિશાળ બેવરેજ કંપની છે. ભારતીય બવરેજ બજારના પ્રેરક બળ તરીકે ગ્રાહકોની વિવિધ જરૂરતોને પહોંચી વળતાં તે ગ્રાહકોને ફ્રૂટ જ્યુસ આધારિત ડ્રિંક્સ અને પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર સહિતની વિવિધ પ્રોડક્ટો ગ્રાહકોને ઓફર કરે છે.
ભારતભરમાં અને આંતરરાષ્ટ્રીય સ્થળો ખાતે ૮૪ ઉત્પાદન એકમો સાથે પાર્લે એગ્રો ૫૦૦૦થી વધુ ચેનલ ભાગીદારો થકી પ્રેરિત ભારતમાં ૧.૯ મિલિયન આઉટલેટ્સને પહોંચી વળે છે.
તેની બ્રાન્ડ્સ ફ્રૂટી, એપ્પી, એપ્પી ફિઝ, બી ફિઝ, સ્મૂધ, બેલી, બેલી સોડા, ફ્રાયો, ઢિશૂમ અને બોમ્બે ૯૯ સાથે સંસ્થાએ વ્યૂહરચના, પ્રોડક્ટ વિકાસ અને વેપાર વ્યવહારો પ્રેરિત કરતી ઈનોવેશનની શક્તિમાં વિશ્વાસ રાખવાનું ચાલુ રાખ્યું છે. આ વિશ્વાસ પાર્લે એગ્રોના સ્થાપિત પ્રવાહમાં પરિણમ્યો છે, જેણે ઉદ્યોગ અને ગ્રાહકનો દષ્ટિબિંદુ અને અભિગમમાં બદલાવ લાવી દીધો છે.SSS