હવે દોસ્તાનાની સિક્વલ પર કામ શરૂ: આલિયા ચમકશે
મુંબઇ, ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં એવુ જાણવા મળ્યુ હતુ કે ફિલ્મ નિર્માતા કરણ જોહરની વર્ષ ૨૦૦૮માં રજૂ કરવામા આવેલી ફિલ્મ દોસ્તાનાની સિક્વલ ફિલ્મ બનાવવામાં આવનાર છે. મોડેથી જાણવા મળ્યુ હતુ કે મુળભુત ફિલ્મની જેમ જ સિક્વલ ફિલ્મ પણ શાનદાર રીતે રજૂ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ફિલ્મમાં લવ ટ્રાયગલ રાખવાના હેતુથી બે અભિનેતા અને એક અભિનેત્રીને ફિલ્મમાં લેવામાં આવનાર છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તેની પસંદગી કરી લેવામાં આવી છે. જા કે અભિનેતા સંબંધમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. આલિયા ભટ્ટ પાસે કેટલીક ફિલ્મો આવી રહી છે.
જેમાં કંલક અને રણબીર કપુરની ફિલ્મનો સમાવેશ થાય છે. તખ્ત ફિલ્મ પણ આમાં સામેલ છે. આલિયા રાજી ફિલ્મની સફળતા બાદ ટોપ સ્ટાર અભિનેત્રીમાં સામેલ રહી છે. તેની પાસે સતત સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. હાલમાં તેની પાસે રહેલી તમામ ફિલ્મો મોટા બજેટની ફિલ્મો રહેલી છે. તેની પાસે જે ફિલ્મો રહેલી છે તેમાં મોટા કલાકારો કામ કરી રહ્યા છે. ફિલ્મને લઇને વાતચીત થઇ ચુકી છે.
આલિયા આદર્શ પસંદગી હોવાનુ જાણવા મળ્યુ છે. તે ટુંક સમયમાં જ અંતિમ પટકથા સાંભળનાર છે. તેની સામે બે અભિનેતા પસંદ કરવામાં આવનાર છે. સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. ફાઇનલ કાસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ ફિલ્મ પર વધુ કામગીરી શરૂ કરાશે. દોસ્તાના ફિલ્મનુ નિર્દેશન તરૂણ મનસુખાની કરનાર છે. અગાઉની મુળ ફિલ્મમાં જહોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપડાની મુખ્ય ભૂમિકા હતી.