ધૂળ જામેલ કેમેરા શહેરમાં ગુના ઉકેલવામાં આવરોધરુપ
અમદાવાદ, ચેઈન સ્નેચિંગ, રોડ અકસ્માત, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન તેમજ ઘરફોડ ચોરી જેવા ગુનાઓની ઝડપી તપાસ કરવા માટે રાજ્યની એજન્સીઓ દ્વારા સ્માર્ટ સિટીમાં આશરે ૨ હજાર સર્વેલન્સ કેમેરા લગાવવામાં આવ્યા હતા. જાે કે, અમદાવાદમાં ધૂળની સમસ્યા, કે જેને મુગલ બાદશાહ જહાંગીર દ્વારા ઐતિહાસિક રૂપથી ‘ગરદાબાદ’ કહેવામાં આવતું હતું, તે કેમેરા લેન્સને ઢાંકી રહી છે અને કાયદા તોડનારાની અસ્પષ્ટ તસવીરો આપી રહી છે.
દર અઠવાડિયે, પોલીસ આઉટ ઓફ ફોકસ કેમેરા ફિક્સ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા સમક્ષ ૩૦ જેટલી સર્વિસ રિક્વેસ્ટ ટિકિટ મોકલે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૧૦માંથી ૭ ફરિયાદ, કેમેરાના ગ્લાસ પર જામી ગયેલી ધૂળની પરત હતી જેના કારણે તપાસ કરવી શક્ય હતી. અન્ય સમસ્યાઓમા ઝાડની ડાળીઓ દ્વારા અવરોધ અને પક્ષીઓ દ્વારા કેમેરા પર માળો બનાવવો અથવા તેના પર બેસવાની સમસ્યાનો સમાવેશ થાય છે, જેના કારણે ઘણીવાર કેમેરાના એન્ગલ બદલાઈ જાય છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘દર અઠવાડિયે, ધૂળ લેન્સને કવર કરી લેતી હોવાથી ૩૦થી ૪૦ કેમેરા બ્લર વિઝ્યુઅલ આપતા હોવાના અમે સાક્ષી છીએ’. અધિકારીએ તેમ પણ કહ્યું હતું કે, ઘણા વિસ્તારોમાં એએમસી દ્વારા કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે અથવા ખાનગી કોન્ટ્રાક્ટર્સ દ્વારા થતા કામના કારણે ધૂળના ગોટેગોટા ઉડે છે અને કેમેરાના વિઝનને બ્લર કરી દે છે.
તે કહેવાની જરૂર નથી કે, ધૂળવાળા કેમેરા ગુનાની તપાસને અવરોધે છે. ઉદાહરણ તરીકે, ઘચનાના સ્પષ્ટ કેમેરા વિઝ્યુઅલ ન હોવાના કારણે એલિસ બ્રિજ પાસે અને સાબરમતી રિવરફ્રંટ પર જૂન ૨૦૧૯મા થયેલી બે હત્યાના કેસનો ઉકેલ હજી સુધી આવ્યો નથી.
આ વર્ષના જુલાઈ મહિનામાં, પોલીસને જમાલપુર બ્રિજ પાસેની સાબરમતીમાંથી નવજાત બાળકની તરતી લાશ મળી આવી હતી. જાે કે, સીસીટીવી કેમેરામાં ઘટનાના સ્પષ્ટ વિઝ્યુઅલ ન દેખાઈ રહ્યા હોવાથી, તપાસ અટવાઈ પડી છે. શહેરમાં સીસીટીવી કેમેરા સરકારની વિવિધ સ્કીમ હેઠળ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા હતા, જેમા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, ર્નિભયા ફંડ, સુરક્ષા હેતુ અને ગૃહ વિભાગના બજેટનો સમાવેશ થાય છે.
એએમસી કે જે ૩૦ ટકા કેમેરાની માલિકી ધરાવે છે, તેમણે દાવો કર્યો હતો કે, પ્રોજેક્ટમાં સામેલ કેમેરાની સંખ્યાના કારણે સમગ્ર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હજી પણ ‘પ્રોજેક્ટ ઈન્સ્ટોલેશન સ્ટેજ’મા છે અને તેને ફૂલ-પ્રૂફ તેમજ સુરક્ષિત પ્લેટફોર્મમાં એકીકૃત કરવાની જરૂર છે.
વર્તમાનમાં, એએમસીના ૯૭ ટકા સીસીટીવી કેમેરા કાર્યરત હાલતમાં છે અને માત્ર ૩ ટકા કેમેરા માટે ઈન્સ્ટોલેશનની સમસ્યા છે, તેવો દાવો અધિકારીઓએ કર્યો હતો. ‘સાચુ કહુ તો, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હજી પણ ‘સત્તાવાર રીતે લાઈવ’ થવાનો બાકી છે. એએમસી થોડા દિવસોમાં વેન્ડરને કામગીરી અને જાળવણીનો કરાર આપશે. ત્યારબાદ સાપ્તાહિક અથવા માસિક જાળવણી પ્રવૃતિઓ જેવા ઓપરેશન મુદ્દાઓ સુવ્યવસ્થિત થશે.SSS