દક્ષિણ ચીન સાગરમાં અજાણી વસ્તુ સાથે અથડાઈ અમેરિકાની પરમાણુ પનડુબ્બી
વોશિંગ્ટન, દક્ષિણ ચીન સાગરમા ચીનની સાથે અથડામણની વચ્ચે એક મોટી ખબર આવી છે. અમેરિકાની પરમાણુ પનડુબ્બી ગત શનિવારે સવારે કોઈ અજાણી વસ્તુ સાથે અથડાતા ભયંકર તબાહી આવી છે. જેમાં અત્યાર સુધીમાં ૧૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની સૂચના મળી રહી છે. આ દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે પનડુબ્બી પાણીની અંદર હતી. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર અમેરિકાની પરમાણુ પનડુબ્બી કઈ વસ્તુ સાથે અથડાઈ, તે જાણવા મળ્યુ નથી.
આ ઘટનાથી ફરી એક વાર તણાવની સ્થિતી ઊભી થઈ છે. કારણ કે ચીન સતત તાઈવાનના એર ડિફેંસ ઝોનમાં ઘૂસણખોરી કરી રહ્યુ છે. અમેરિકાએ તાઈવાનને સાથ આપવાનો ભરોસો આપ્યો છે. અમેરિકી નૌસેનાના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, આ પનડુબ્બી હવે ગુઆમમાં અમેરિકી ક્ષેત્ર તરફ આગળ વધી રહી છે.
અમેરિકા માટે રાહતની વાત એ છે કે, તેના ન્યૂક્લિયર પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી. અમેરિકી નૌસેનાના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યુ છે કે, કોઈ નુકસાન પહોંચ્યું નથી અને તે એક દમ વ્યવસ્થિતી રીતે કામ કરી રહ્યુ છે. આ ઘટનામં પનડુબ્બીને કેટલુ નુકસાન થયું છે, તેની સમીક્ષા કરી રહ્યા છે. આ ઘટના એવા સમયે થઈ છે, જ્યારે અમેરિકા અને ચીનની વચ્ચે તાઈવાનના એર ડિફેંસ આઈડેંટિફિકેશન ઝોનમાં ચીની મિલિટ્રીની ઘૂસણખોરીને લઈને તણાવ વધેલો છે.
અધિકારીઓએ જણાવ્યુ હતું કે, જે સમય યુએસએસ કનેક્ટિક્ટ રૂટીન ઓપરેશંસ પર સાઉથ ચાઈના સી પર હતી, તે સમયે આ દુર્ઘટનાનો શિકાર થયો હતો. અધિકારીઓનું માનીએ તો, હજૂ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, નિશ્ચિત રીતે પનડુબ્બી કોઈ બીજી પનડુબ્બી સાથે ટકરાઈ નથી. એક અધિકારીના જણાવ્યા અનુસાર એવું પણ બની શકે છે કે, કોઈ ડૂબાયેલા જહાજ સાથે અથવા તો કોઈ કંટેનર અથવા અન્ય કોઈ વસ્તુ હોય તે, સ્પષ્ટ થતું નથી. હાલમાં તો એ સમીક્ષા થઈ રહી છે કે, પનડુબ્બીને કેટલુ નુકસાન થયું છે.HS