Western Times News

Gujarati News

વીવો વી17પ્રો સાથે સ્માર્ટફોન 27મી સપ્ટેમ્બરથી તમામ ઓફલાઇન ચેનલ્સ પર ઉપલબ્ધ

નવી દિલ્હી, વિશ્વની અગ્રણી ઇનોવેટી સ્માર્ટફોન બ્રાન્ડ વીવોએ તેની હાલની વી-સિરીઝ પોર્ટફોલિયોમાં તદ્દન નવા સભ્ય તરીકે પોતાના નેતૃત્વ હેઠળ ડિવાઈસ- વી17પ્રો રજૂ કરવાની આજે જાહેરાત કરી છે. આ ડિવાઈસ સ્પોર્ટ્સ ક્વાડ-રિઅર કેમેરા સેટઅપ સાથે વિશ્વનો સૌ પ્રથમ ડ્યુઅલ પોપ-અપ ફ્રન્ટ કેમેરો ધરાવે છે. 8જીબી રેમ + 128 જીબી રોમ સાથે આ ડિવાઈસ રજૂ કરવામાં આવ્યું છે અને તે ગ્લેસિયર આઈસ અને મિડનાઈટ ઓસન એમ બે કલરમાં ઉપલબ્ધ બનશે. રૂપિયા 29,990 કિંમત ધરાવતા આ ડિવાઈસનું Amazon.inFlipkartvivo India E-store તથા સમગ્ર ભારતમાં તમામ ઓફલાઇન ચેનલ્સ પર 27મી સપ્ટેમ્બર, 2019 થી  વેચાણ શરૂ થશે.

 મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ પ્રત્યે અમારી કટિબદ્ધતાને ધ્યાનમાં રાખી વીવોની ગ્રેટર નોઇડા સ્થિત સુવિધા ખાતે વી17પ્રો (V17Pro)નું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ સાથે ગ્રાહકો કેટલીક આકર્ષક ઓફર્સ* (ઓનલાઈન અને ઓફલાઇન) પણ મેળવશે, જેમ કે-

  • 8મી ઓક્ટોબર, 2019 સુધી વી17પ્રો (V17Pro) ની ખરીદી અને એક્ટિવેશન પર વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ.
  • એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને એચડીએફસી કન્ઝ્યુમર લોન ઇએમઆઈ વ્યવહાર પર 10 % કેશબેક.
  • કોઈપણ બેંકના ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પર વધારાના 10 % કેશબેક સાથે એચડીબી સાથે ઝીરો ડાઉન પેમેન્ટ.
  • 6 મહિનાની મુદતથી બજાજ સાથે ઝીરો ડાઉન પેમેન્ટ
  • કોઈ પણ બેંકના ક્રેડિટ કાર્ડથી ડાઉન પેમેન્ટ કરવા પર વધારાના 5 % કેશબેક સાથે 8 મહિનાની મુદતથી આઈડીએફસી ફસ્ટ બેંક સાથે ઝીરો ડાઉન પેમેન્ટ.
  • 6 મહિનાની મુદતથી હોમ ક્રેડિટ સાથે ઝીરો ડાઉન પેમેન્ટ
  • વીવો-કેશી એપ્લિકેશન મારફતે કોઇ પણ જૂના સ્માર્ટફોનના એક્સચેન્જ પર રૂપિયા 1,999 મૂલ્યની ગિફ્ટ.
  • વોડાફોન આઇડિયાના ગ્રાહકો માટે 50 % એશ્યોર્ડ બાયબેક.

વી17પ્રો રજૂ કરવા પ્રસંગે વીવો ઇન્ડિયાના બ્રાન્ડ સ્ટ્રેટેજી બાબતના ડિરેક્ટર શ્રી નિપુન માર્યા એ જણાવ્યું હતું કે વર્તમાન વી-સિરીઝ પોર્ટફોલિયોમાં વી17પ્રો ડિવાઇસનો તદ્દન નવો જ ઉમેરો કરતાં અમે ખૂબ જ ખુશ છીએ. વીવો વી-સિરીઝ કેમેરા ઇનોવેશનમાં હંમેશા અગ્રેસર રહી છે અને તમામ-ન્યુ વી17પ્રો કમેરાને લગતા અનુભવને તદ્દન નવા જ સ્તરે લઈ જશે. તેના 32એમપી ડ્યુઅલ પોપ-અપ ફ્રન્ટ કેમેરાને લીધે અમારા ગ્રાહકો કોઈ પણ ડિટેઇલ્સને ગુમાવ્યા વગર લો-લાઈટની સ્થિતિમાં સેલ્ફી લેવા સક્ષમ બનશે. એક વૈશ્વિક ટેકનોલોજી કંપની તરીકે અમે નવિનીકરણને રજૂ કરવાનું પસંદ કરી છીએ; અને તે એક સીમાચીન્હ સ્થાપિત કરવાનું આગળ જાળવી રાખશે તથા અમારા ગ્રાહકો માટે તે એક યાદગાર અનુભવનું ઉત્તમ સર્જન કરશે.

32એમપી ડ્યુઅલ પોપ-અપ સેલ્ફી કેમેરોઃ શૂટ બિયોન્ડ લિમિટ્સ

ડ્યુઅલ 32 એમપી અને સુપર વાઇડ-એંગલ કેમેરો ઉત્તેજનાત્મક અનુભવ માટે સેલ્ફીને લઈ તદ્દન નવા જ દ્રષ્ટિકોણનો ઉમેરો કરશે. સુપર-એંગલ કેમેરો 105 ડિગ્રી સુધીના વ્યુ ને એક્સટેન્ડ કરે છે, જે દરેક સેલ્ફીમાં વધારે સુંદર લેન્ડસ્કેપ અને વધારે મિત્રોનો સમાવેશ કરી લેશે.

સામાન્ય રીતે રાત્રીના સમયમાં સેલ્ફી લેવી તે ક્યારેય એટલી આનંદદાયક હોતી નથી. સુપર નાઇટ સેલ્ફી સ્માર્ટલી પિક્ચરની બ્રાઇટનેસને ઓપ્ટિમાઇઝ કરવા મલ્ટીપલ ફ્રેમ્સનું સંકલન ધરાવે છે અને તે તમારા માટે સ્પષ્ટ અને વધારે રેડિયન્ટ પિક્ચર કેપ્ચર કરે છે. દરમિયાન  ફ્રન્ટ મૂનલાઇટ ગ્લોરી લાઇટ્સ અપ અને ડાર્ક થાય છે, લો-લાઇટની સ્થિતિમાં ચોક્કસ વસ્તુ કે બાબતને હાઇલાઇટ કરે છે.

48 એમપી એઆઈ ક્વાડ રિઅર કેમેરાઃ કેપ્ચર ઇન ડિટેઇલ

48એમપી એઆઈ ક્વાડ રિઅર કેમેરા સાથે તે કેપ્ચર છે. 48એમપી એચડી રિઅલ કેમેરા, 13એમપી ટેલિફોટો, 8એમપી એઆઈ સુપર વાઇડ-એંગલ + સુપર મેક્રો (2.5 સે.મી) અને 2એમપી બોકેહ કેમેરાથી તે શક્તિશાળી કેમેરા સેટઅપ ધરાવે છે. તમામ પરિસ્થિતિમાં 48 મેગાપિક્સલ્સ અને સુપર્બ લાઇટ સેન્સિટીવિટી સાથે પ્રાઇમરી રિઅર કેમેરાની ગેરન્ટી બ્રાઇટ તથા વીવીડ પિક્ચર દર્શાવે છે.

અપગ્રેટેડ એચડીઆર સાથે તમારી નાઇટ-ફોટોગ્રાફીની સ્કીલને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. ઝડપી પ્રોસેસિંગ અને મલ્ટી-ફ્રેમ નોઇલ રિડક્શન ટેકનોલોજીની સાથે ગ્રાહક રાત્રીના સમયમાં તમામ અજાયબીઓને સરળતાથી કેપ્ચર કરી શકે છે.

(L-R) Mr. Nipun Marya, Director Brand Strategy and Mr. Jerome Chen, CEO, vivo India unveiling the all new vivo V17Pro


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.