ડીસા પાલનપુર હાઇવે પર બે ટ્રક વચ્ચે રિક્ષા ચગદાઇ જતાં ચાર લોકો જીવતા ભડથું થયા

ડીસા, ડીસા પાલનપુર હાઈવે ફરી એકવાર લોહિયાળ બન્યો છે. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ચાર વાહનોના એકબીજાના ટકરાવથી ત્રણ વાહનોમાં આગ લાગી હતી. અકસ્માત બાદ આગ લાગતા રીક્ષામાં બેઠેલા ૪ લોકો સળગી જતા મોત નિપજ્યા છે.
ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર બે ટ્રેલર, એક ઇકો ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે આવેલી રિક્ષાનો કુચ્ચો વળી ગયો હતો. અકસ્માત થતાં ત્રણે વાહનોમાં આગ લાગી ગઈ હતી. પરંતુ આ આગ એક રીક્ષા સુધી પહોંચી હતી. બે ટ્રકની ટક્કરમાં વચ્ચે આવેલી રીક્ષા કૂચડો વળી ગયો હતો. જેથી તેમાં સવાર ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, તો બીજી તરફ વિચિત્ર અકસ્માતને જાેવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ડીસા પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિત વહીવટી તંત્ર ઘટનાસ્થળે ખડકાયુ હતું. પોલીસે ટ્રાફિકને દૂર કરીને હાઈવે ક્લિયર કર્યો હતો.
માહિતી અનુસાર રિક્ષા અને બે ટ્રક વચ્ચે બનેલી આ ઘટનામાં ચાર લોકો જીવતા ભડથું થયાની જાણ થતાં જ મામલતદાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અકસ્માતે રિક્ષામાં બેસેલા લોકોનો ભોગ લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. નજરે જાેનારા કહેનારનું કહેવું છે કે પાલનપુર તરફથી આવતી ટ્રક આવી રહી હતી. એ સમયે રિક્ષામાં ત્રણ લોકો હતા. જેમાં બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા કચડાઈ ગઈ હોવાની માહિતી બહાર આવી હતી.HS