અમદાવાદમાં યુવક નોકરીએ જવા નિકળ્યોને ચોરો ઘરમાંથી દાગીના ચોરી ગયા
અમદાવાદ, શહેરમાં કાયદાની સ્થિતિ કથળી રહી છે. તો બીજી બાજુ શહેરમાં ચોરોનો આતંક વધી રહ્યો છે. શહેરમાં રોજબરોજ ચોરીની ઘટના પોલીસના ચોપડે નોંધાતી રહે છે. ત્યારે આજે અમદાવાદમાં દિનદહાડે ચોરીનો બનાવ બન્યો છે. આંબાવાડી વિસ્તારમાં ચોરાએ ઘરનું તાળું તોડી સોના ચાંદી ના ઘરેણાં તેમજ રોકડ રકમ લઈને છુમંતર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા ચિરંજીવી અને વીએસ્ટીસ કંપનીમાં માર્કેટિંગનુ કામ કરી ગુજરાન ચલાવે છે. રોજબરોજની જેમ ચિરંજીવી પોતાના કામે નીકળ્યા હતા.
ત્યારે તેમના ફ્લેટમાં રહેતા તેમના મિત્રએ તેમને ફોન કર્યો હતો અને તેમના ઘરનું તાળું તૂટેલું છે અને દરવાજાે ખુલો હોવાની માહિતી આપી હતી. જેથી ચિરંજીવી તરત ઘરે આવી પોહંચ્યો હતો. અને ઘરમાં તેમના મિત્રએ જણાવ્યા મુજબની પરિસ્થિતી સર્જાયેલી હતી.
ચોરોએ સવારે ૧૦ઃ૩૦ થી ૧૨ વાગ્યાના સમયમાં ઘરમાં ત્રાટક્યા હોવાનું ફરિયાદમાં જણાવામાં આવ્યું છે. ચોરોએ ૧૧તોલાના દાગીના જેની કિંમત ૩,૩૦,૦૦૦ તેમજ ૯૦૦ ગ્રામ ચાંદીના દાગીના તથા સિક્કા જેની કિંમત ૩૩,૦૦૦ અને ૮૨,૦૦૦ રોકડ રૂપિયા કુલ મળીને ૪,૪૫,૩૦૦ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ધોળાદિવસે ફલેટના બીજા માળેથી ચોરી થતાં સલામતીના અનેક સવાલો ઉભા થાય છે.HS