Western Times News

Gujarati News

પક્ષના સંગઠન અને મૂળમાં ખામીઓ છે: પ્રશાંત કિશોર

નવી દિલ્હી, ચૂંટણીની રણનીતિ બનાવવા માટે જાણીતા પ્રશાંત કિશોર સાથે તાજેતરમાં ગાંધી પરિવારની મુલાકાતો થઈ હતી અને તે બાદ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જાેડાશે તેવી અટકળો શરૂ થઈ હતી.

જાેકે કોંગ્રેસ માટે હવે પ્રશાંત કિશોરે એવુ નિવેદન આપ્યુ છે જેના કારણે તેમના કોંગ્રેસમાં જાેડાવાની ધારણાઓ પર બ્રેક વાગી ગઈ છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસનુ નામ લીધા વગર કહ્યુ છે કે, ભારતની સૌથી જુની પાર્ટીના સહારે વિપક્ષની ભારતના રાજકારણમાં વાપસી થશે તેવુ જાે કોઈ વિચારતુ હોય તો તે ભૂલભરેલુ છે. કમનસીબે સૌથી જુની પાર્ટીના સંગઠનમાં અને તેના મૂળિયામાં જ બહુ મોટી ખામીઓ છે અને હાલમાં આ સમસ્યાઓનુ કોઈ સમાધાન મને દેખાઈ રહ્યુ નથી.

પ્રશાંત કિશોરના આ નિવેદનને આગામી ચૂંટણીને ધ્યાનમં રાખીને અહમ માનવામાં આવી રહ્યુ છે. હાલમાં લખીમપુરમાં થયેલી હિંસા બાદ પ્રિયંકા અને રાહુલ ગાંધીએ માર્યા ગયેલા પરિવારોની મુલાકાત લીધા બાદ કોંગ્રેસ ફરી ચર્ચામાં આવી છે પણ પ્રશાંત કિશોરના નિવેદન પરથી એવુ લાગે છે કે, તે કોંગ્રેસને હજી પણ ભાજપનો મુકાબલો કરવા લાયક માનતા નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.