Western Times News

Gujarati News

એવું તે શું થયું કે, કાપડની મિલોમાં મહિનાનું દિવાળી વેકેશન જાહેર કરાયું

રો-મટીરીયલના ભાવમાં વધારો થવા લાગતા શહેરની મિલો બંધ થવા લાગી છે.

સુરત, સુરતમાં કાપડની પ્રોસેસિંગ મિલો એક મહિના સુધી બંધ રહેશે. કોલસા સહિતના કાચા માલની અછતથી તોતિંગ ભાવ વધારો ઝીંકાયો છે. જેથી એક નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી મિલો બંધ રાખવાનો સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિયેશને ર્નિણયો કર્યો છે. સાથે જ પ્રોસેસિંગ જાેબ ચાર્જમાં પણ ૧૦થી ૨૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

કલર, કેમિકલ કોલ્ટિક સોડા, એસિટીક એસિડ, સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ સહિતના મટીરીયલ્સના ભાવમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને કોલસાની તંગીથી સમસ્યા વધી ગઈ છે. જેથી પ્રથમવાર દિવાળી વેકેશન એક મહિનાનો રાખવાનો ર્નિણય કર્યો છે.

રો-મટીરીયલના ભાવમાં વધારો થવા લાગતા શહેરની મિલો બંધ થવા લાગી છે. શહેરમાં મિલો ચલાવવા માટેનો મોટો ઉપાય પ્રોસેસિંગના જાેબ ચાર્જમાં ભાવ વધારો હોય તો જ મિલો હાલની મોંઘવારીમાં ચાલી શકે તેમ છે. શહેરમાં મિલ ચલાવવા માટે કોલસો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ચીનમાં ક્રાઇસીસના કારણે ઇન્ડોનેશિયાથી આવતા કોલસાના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. કોલસાનો ૧ ટનનો ભાવ ૫ હજારથી ૧૪ હજાર પર પહોંચી ગયો છે. ત્યારે કલર, કેમિકલ કોલ્ટિક સોડા, એસિટીક એસિડ, સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ સહિતના મટીરીયલ્સના ભાવમાં વધારો થયો છે.

આવી જ રીતે ભાવો વધતા જશે તો હાલ લેવાતા પ્રોસેસિંગના જાેબ ચાર્જના લીધે શહેરમાં ચાલતી મિલો બંધ કરવાના આરે આવી જશે એવું નિષ્ણાતો માની રહ્યાં છે. મોંઘવારીની સાથે સાથે મિલોને પણ ટકાવી રાખવા માટે પ્રોસેસિંગના જાેબ ચાર્જમાં વધારો કરવો એ આવશ્યક છે. સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા તમામ પ્રોસેસર્સોએ જાેબ ચાર્જમાં ભાવ વધારો કરવો જાેઇએ માટેની સહમતિ આપી છે.

જેથી ૬ ઓક્ટોબરથી જ શહેરની મિલોમાં હાલ ચાલી રહેલ ભાવો કરતા ૨૦ ટકા સુધી ભાવોમાં વધારો કરી જાેબ ચાર્જ માટેનો ભાવ વધારો અમલમાં મૂકવામાં આવશે. ઉપરાંત પ્રથમવાર દિવાળી વેકેશન એક મહિનાનો રાખવા ર્નિણય કર્યો છે. ૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી શહેરની મિલો પણ બંધ રહેશે.

સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, મિલોને ચલાવવા માટે મહત્વ ભાગ એવો કોલસો અને અન્ય કેમિકલના ભાવોમાં વધારો થવા લાગતા જાે હવેના સમયમાં મિલો ચલાવવી હોય તો જાેબ ચાર્જમાં ભાવ વધારા સિવાય બીજાે કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. જાે ભાવ વધારો કરાય તો મિલોને તાળા લાગી શકે છે. જેથી જાેબ ચાર્જમાં ભાવ વધારો કરવો અનિવાર્ય છે સાથે એક મહિના સુધી ૪૦૦ મિલો બંધ રાખવા ર્નિણય કરાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.