IPL2021: ઇશાન કિશને ૧૬ બોલમાં અડધી સદી ફટકારી પોતાનો જ રેકોર્ડ તોડ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Ishan-1024x768.jpg)
નવીદિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪ મી સીઝનની ૫૫ મી મેચ અબુધાબીના મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ હતી મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મેચમાં ઈશાન કિશન અને રોહિત શર્મા ઓપનિંગમાં આવ્યા હતા બીજા ચરણમાં ૨ મેચમાં બહાર રહ્યાં બાદ ઈશાન કિશને જબરદસ્ત પુનરાગમન કર્યું અને છેલ્લી મેચમાં માત્ર ૨૫ બોલમાં અડધી સદી ફટકારી હતી.
જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી આ મેચમાં તેણે ફરી એક વખત શાનદાર પ્રદર્શન કર્યું છે અને માત્ર ૧૬ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ઇશાન કિશને માત્ર ૧૬ બોલમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી હતી.
આ ઈનિંગ સાથે ઈશાન કિશને આઈપીએલમાં સૌથી ઝડપી અર્ધશતકનો રેકોર્ડ તોડ્યો છે. આ ઈનિંગ પહેલા ઈશાન કિશને આઈપીએલમાં માત્ર ૧૭ બોલમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો અને અડધી સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો હતો.
જાે કે હવે તેણે ભારત માટે ડેબ્યુ કર્યું છે પરંતુ સૌથી ઝડપી અડધી સદીનો તેનો રેકોર્ડ પહેલા કરતા પણ સારો બન્યો છે. આ ઈનિંગ સાથે ઈશાન કિશન આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.
અગાઉ મુંબઈ ઈન્ડિયન્સનો આ રેકોર્ડ ઈશાન કિશન અને કિરેન પોલાર્ડના સંયુક્ત નામે હતો. કિરોન પોલાર્ડે વર્ષ ૨૦૧૬ માં કેકેઆર સામે મુંબઈમા કેકેઆર સામે ૧૭ બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે ઈશાન કિશને ૨૦૧૮ માં કેકેઆર સામે ૧૭ બોલમાં અડધી સદી પૂરી કરી હતી.
આ યાદીમાં હાર્દિક પંડ્યાનું નામ પણ સામેલ છે, જેમણે ૨૦૧૯ માં કેકેઆર સામે ૧૭ બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે કિરોન પોલાર્ડે આ સિઝનમાં દિલ્હીમાં સીએસકે સામે ૧૭ બોલમાં અડધી સદી ફટકારી હતી. ઈશાન કિશને આ ઈનિંગ સાથે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં ટોપ ૫ માં પોતાનું નામ સામેલ કર્યું છે.HS