બાળકને મોડી રાત્રે મૂકી જનારને શોધવા પોલિસની 7 ટીમો બનાવવામાં આવી
માતા જશોદાની ભૂમિકા અદા કરતા ગાંધીનગર કોર્પોરેટર દિપ્તીબેન અને સહિત સિવીલ હોસ્પિટલના સ્ટાફે તેનું નામ ‘ સ્મિત ‘ રાખ્યું છે.
ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી : માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી રમાડયું
ગાંધીનગર: શનિવાર: રાજયના પાટનગર ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામની ગૌ શાળાની બહારથી ગઇકાલે રાત્રિના સુમારે એક ધ્યાનકર્ષિત માસૂમ બાળક મળી આવ્યું હતું.
ગાંધીનગર સહિત રાજયભરમાં લોકમુખે બાળકની ચર્ચા ગઇકાલ રાતથી જ થઇ રહી છે. આજરોજ ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ ગાંધીનગર સીવિલમાં બાળકની મુલાકાત લીધી હતી. બાળકને વાહલ કરી મનભરી રમાડયું હતું. Gujarat Minister of State for home, Harsh Sanghavi on Saturday said that the Police has sent requests to other states regarding the whereabouts of a 8-9 month-old-child who was abandoned on Friday evening in Gandhinagar.
ગાંધીનગર સીવીલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રિના ૯.૧૦ થી ૯.૨૦ના સુમારે આ સ્વીટહાર્ટ સમા બાળકને કોઇ વ્યક્તિ પેથાપુર ગામની ગૌશાળાની બહાર મૂકી ચાલી નીકળ્યો હતો.
આ બાળકને મચ્છર કરડતા તેનો રૂદનનો અવાજ આવતાં આસપાસના નાગરિકો અને ગૌ શાળામાં રહેતા વ્યક્તિઓ બહાર આવી ગયા હતા. આ બાળક અંગેની જાણ ગાંધીનગર જિલ્લા પોલીસને કરી હતી. આ જાણ થતાં જ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડા સહિત પોલીસ કર્મીઓ ગૌ શાળા ખાતે પહોંચી ગયા હતા.
વધુમાં ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ ઉમેર્યું હતું કે, બાળકના માતા- પિતાને શોધવા અને કોણ તેને અહીં મૂકી ગયું છે, તેની તપાસ માટે કુલ- સાત પોલીસ ટીમ બનાવવામાં આવી છે.
તેમજ ગઇકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ આ અંગેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. સમગ્ર હોસ્પિટલમાં વાલ સોયા બાળકનું સ્મિત જોઇને માતા જશોદાની ભૂમિકા અદા કરતા ગાંધીનગર કોર્પોરેટર શ્રી દિપ્તીબેન અને સહિત સિવીલ હોસ્પિટલના સ્ટાફે તેનું નામ ‘ સ્મિત ‘ રાખ્યું છે.
ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ નવયુવાન અને સર્વે ગુજરાતીઓને સોશ્યિલ મીડિયાના માધ્યમ થકી વધુ વધુ આ સમાચાર શેર કરવાની અપીલ કરી છે. તેમજ આ બાળક અંગેની કોઇ માહિતી મળે તો ગાંધીનગર પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે.
ગૃહ રાજય મંત્રીશ્રીએ માસૂમ બાળકને તેડીને રમાડયું હતું. તેમજ તેની સારવારમાં શું શું કરવામાં આવ્યું છે. બાળકની તંદુરસ્તી અને તેના રિપોર્ટ અંગેની માહિતી પણ ર્ડાકટર સાથે વાતચીત કરી મેળવી હતી.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડાએ જણાવ્યું છે કે, આ બાળકને મૂકી જનાર અને તેના માતા- પિતાને શોધવા માટે સાત ટીમો બનાવવામાં આવી છે. તે ઉપરાંત સમગ્ર દેશમાં તમામ રાજયની પોલીસને બાળક મળ્યું હોવાની માહિતી ગઇકાલે રાતના જ ઇમેલના માધ્યમથી આપવામાં આવી છે.
પેથાપુરની ગૌશાળા બહાર તરછોડાયેલા બાળકને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે, ત્યારે આ બાળકની સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવવા હોસ્પિટલની મુલાકાત લીધી.
આ કૃત્યને વખોડી, સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ અંગે ગાંધીનગર સહિત અન્ય ટીમોને પણ રવાના કરવામાં આવી છે. pic.twitter.com/6FyjCKhnaS
— Harsh Sanghavi (@sanghaviharsh) October 9, 2021
પોલીસ તંત્ર દ્વારા આ અંગે દેશના વિવિધ પોલીસ મથકોનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે. તમામ સીસી ટીવી ફૂટેજ પણ જોવામાં આવી રહ્યા છે. તેમજ મહિલા પોલીસ આ દિશામાં સક્રિય રીતે કામ કરી રહી છે.
ગાંધીનગર સીવિલ હોસ્પિટલના બાળ વિભાગના ર્ડા. એકતા દલાલે જણાવ્યું છે કે, આ બાળકની લોહી, દાંત અને અન્ય શારીરિક તપાસ કરવામાં આવી છે. જેમાં બાળક તંદુરસ્ત હોવાનું માલૂમ પડયું છે. તેની ઉંમર આશરે સાત થી નવ મહિના હોઇ શકે છે. તેના ડી.એન.એ. ટેસ્ટ અમદાવાદ મોકલવામાં આવ્યો છે.