કિસાન મોરચાનો એલાન, ૧૮ મીએ દેશભરમાં રેલ રોકો આંદોલન

Files Photo
લખનૌ, યુપીના લખીમપુરમાં કિસાન મોરચાએ ખેડૂતો પરના અત્યાચાર સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂત નેતા જાેગિન્દર સિંહ ઉગ્રહને આરોપ લગાવ્યો કે સરકારે વિરોધ કરી રહેલા ખેડૂતો સામે હિંસક વલણ અપનાવ્યું છે. અમે હિંસાના માર્ગે નહીં જઈએ. તેમણે કહ્યું કે અમારી માંગ છે કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને તેમના પુત્ર આશિષની ધરપકડ કરવામાં આવે.
ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે કેન્દ્રીય મંત્રીને હટાવવા અને લખીમપુર ઘેરી હિંસા માટે તેમની ધરપકડ કરવાની માંગ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે ૧૫ ઓક્ટોબરે દશેરા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહના પૂતળા દહન કરવામાં આવશે. યુનાઇટેડ કિસાન મોરચાના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ૧૮ ઓક્ટોબરે લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં ‘રેલ રોકો’ આંદોલન કરવામાં આવશે.
ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, લખીમપુર ખેરીની ઘટના પહેલાથી ઘડેલા કાવતરાનો ભાગ છે. તેઓએ (હુમલાખોરોએ) ખેડૂતોને ડરાવવાનો પ્રયાસ કર્યો. ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું કે આ વલણ સામે કિસાન મોરચા ૨૬ ઓક્ટોબરે લખનૌમાં મહાપંચાયતનું આયોજન કરશે.
તમામ ખેડૂત નેતાઓએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને લખીમપુર ઘટનામાં તેમની સંડોવણીનો આક્ષેપ કરીને હટાવવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે આ કેસમાં આ ઘટનાનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા આજે લખીમપુર ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો.HS