ઈંધણમાં એક જ વર્ષમાં સરકારની દૈનિક આવકમાં ૧૬ કરોડનો વધારો
ગાંધીનગર, પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે દિવાળી પહેલાં જ હોળી સર્જાઈ છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ.૧૦૦ને આંબી ગયા હતા. જેના કારણે મધ્યમવર્ગનો ખો નીકળી જશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના કારણે સરકારને છેલ્લા એક વર્ષમાં તેના પર લેવાતા વેટની આવકમાંથી રોજ કુલ ૧૬ કરોડની આવક થાય છે.
૨૦૨૦માં પેટ્રોલના વેચાણમાંથી સરકારને વેટની ૨૦.૧ ટકા લેખે દૈનિક ૮ કરોડ ૭૧ લાખની આવક થતી હતી. પરંતુ કોરોનાની ત્રીજી લહેર નહીં આવતા ૨૦૨૧માં વેચાણ વધતા સરકારની આવક વધીને ૧૩ કરોડ ૭૨ લાખે પહોંચી ગઈ છે.
હજુ વધારો થશે તેવું માનવામાં આવે તો સરકારને મહિને ૪૧૧ કરોડ અને વર્ષે ૫૦૦ કરોડથી વધુની આવક થશે તેવો અંદાજ મુકાય રહ્યો છે. હજુ સરકારને ૪ ટકા સેસ પેટે જે આવક થાય તે અલગ. હજુ એક્સાઈઝ પેટે કેન્દ્ર સરકાર પેટ્રોલમાં રૂ.૩૨ અને ડીઝલમાં રૂ.૩૧ લઈ જાય તે અલગ.
ડીઝલના વેચાણથી સરકારને ૨૦.૨ ટકા લેખે વેટની આવક દૈનિક ૧૮ કરોડ ૭૨ લાખ આવક થતી હતી.૨૦૨૧માં વેચાણ વધતા વેટની આવકમાં વધારો થતા ૨૭ કરોડ ૪૪ લાખે આવક પહોંચી છે. જાે આમાં વધારો ગણવામાં આવે તો સરકારને મહિને ૮૨૩ કરોડ અને વર્ષે ૧,૦૦૦ કરતા વધુની આવક થાય.HS