Western Times News

Gujarati News

લગ્નનો વાયદો કરી કોન્સ્ટેબલે મહિલા પોલીસકર્મી સાથે દુષ્કર્મ આચર્યું

Files Photo

ભુજ, પોલીસને કાયદાની રક્ષક ગણવામાં આવે છે પણભુજમાં રક્ષક જ ભક્ષક બની ગયા છે. ખુદ ખાખી જ શર્મશાર થઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલ પર બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. આરોપી પોલીસ કર્મચારીએ લગ્નની લાલચ આપી મહિલા કોન્સ્ટેબલ પર ૪ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાયુ હતું.

કચ્છના પાટનગર ભુજમાં પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ થતાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પશ્ચિમ કચ્છ મહિલા પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

ભુજ પોલીસ ક્વાર્ટર,ખાવડા પોલીસ લાઈન,અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં આ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.આરોપીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું બાદમાં બીજા લગ્ન કરી લીધા હતા. જેથી મહિલા કોન્સ્ટેબલે ભુજ એ ડિવિઝનમાં મૂળ ભાવનગરના અને હાલે ભુજમા ફરજ બજાવતા કોન્સ્ટેબલ જતીન ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. ભુજ હેડ ક્વાર્ટર ડીવાયએસપી દેસાઈએ જણાવ્યું કે આ કેસમાં તપાસ કરીને આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.