Western Times News

Gujarati News

ડીસામાં ચોકીદારની હત્યા અને પરિણીતાનું શંકાસ્પદ મોત

Murder in Bus

Files Photo

ડીસા, ડીસામાં પ્રથમ નોરતે મોડી રાત્રે શહેરમાં હત્યા અને શંકાસ્પદ મોતની બે ઘટનાઓથી ચકચાર મચી છે. સાંઇબાબા મંદિરમાં ચોકિયાતની તીક્ષ્?ણ હથિયારો વડે હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે. જ્યારે બીજા બનાવમાં ભણસાલી હોસ્પિટલના ક્વાર્ટરમાં એક મહિલાના અપમૃત્યુની ઘટના નોૅધાઇ છે. પોલીસે સીસીટીવી કેમેરા અને એફએસએલ સહિતની મદદથી તપાસ હાથ ધરી છે.

ડીસાની સોમનાથ ટાઉનશીપ સોસાયટીમાં રહેતા અને છેલ્લા ઘણા સમયથી શહેરના સાઈબાબા મંદિરમાં ચોકિયાત તરીકે ફરજ બજાવતા કટ્ટીભાઈ હમીરજી વજીર (ઉ.વ. ૪૭) ગઈ રાત્રે રાબેતા મુજબ મંદિરની કુટીરમાં ખાટલો નાખી સુતા હતા. તે દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો તેમને માથામાં અને મોઢાના ભાગે તિક્ષણ હથિયાર વડે ધા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આજે વહેલી સવારે સાંઈબાબાના પૂજારી મંદિરે આવ્યા ત્યારે આ બનાવની જાણ થતાં તેમણે તાત્કાલિક મંદિરના ટ્રસ્ટીઓ તેમજ પોલીસને જાણ કરતાં દક્ષિણ પોલીસની ટીમે તુરંત સ્થળ ઉપર દોડી તપાસ શરૂ કરી હતી. ગઈ રાત્રે બનેલા અન્ય એક બનાવમાં સાંઇબાબા મંદિર પાછળ જ આવેલ ભણસાલી હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં પણ એક મહિલાનું પણ શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું.

ભણસાલી હોસ્પિટલમાં નસગનું કામ કરતાં કિરણભાઈ મકવાણા ગઇરાત્રે નોકરી ઉપર હતા. એ વખતે ભણસાલી હોસ્પિટલના ક્વાર્ટરમાં તેમના પત્ની પાયલબેન મકવાણા ઘરે એકલા હોઈ કોઈ અજાણ્યા ઈસમો પાયલબેનની હત્યા કરી ફરાર થઈ ગયા હોવાની વાતો વહેતી થતાં પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં પાયલબેનનું પણ શંકાસ્પદ હાલતમાં મોત થયેલું હતું. પોલીસે આ બન્ને ઘટનાઓનો ભેદ ઉકેલવા દોડધામ શરૂ કરી છે. જાે કે, મોડી રાત સુધી પોલીસને કોઈ કડી મળી નથી.

ડીસામાં જુદા જુદા બે હત્યાના બનાવ મામલે પોલીસે હત્યારાઓને શોધવા હત્યા સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરી અને એફએસએલ ટિમની પણ મદદ લઈ તપાસ હાથ ધરાઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.