૭૦૦૦ નામ કોરોનાના મૃતકોની યાદીમાં સામેલ

થિરુવનેથપુરમ, કેરાલામાં કોરોનાનો કહેર દરમિયાન કોરોનાથી થયેલા મોતના આંકડા ઓછા દર્શાવવાના આરોપસર ઘેરાયેલી કેરાલા સરકારે આખરે નમતુ જાેખવુ પડ્યુ છે. વિપક્ષની ટીકાઓ બાદ રાટ્ઠજ્ય સરકારે ૭૦૦૦ મૃતકોના નામ કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોની યાદીમાં સામેલ કરવાનુ સ્વીકાર્યુ છે. આ આંકડા સામેલ કરવામાં આવ્યા બાદ રાજ્યમાં કોરોનાથી થયેલી મોતની સંખ્યા ૩૩૦૦૦ થશે. જે હાલમાં ૨૬૦૦૦ છે.
રાજ્યમાં કોરોનાથી થયેલા મોતના આંકડા પર વિપક્ષ દ્વારા રાજ્ય સરકારને ઘેરવામાં આવી હતી. એ પછી રાજ્યના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યુ છે કે, આંકડામાં જે પણ ગરબડ છે તે દુર કરવામાં આવશે.
મળતી વિગતો પ્રમાણે જે સાત હજાર મોતને કોરોનાથી મોતની યાદીમાં સામેલ કરવામાં આવનાર છે તે જુનના બીજા સપ્તાહ સુધીના છે. સુધારેલા આંકડા બહુ જલ્દી સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.SSS