Western Times News

Gujarati News

દેશભરમાં મૃત ખેડૂતોની અસ્થિ કળશ યાત્રા નિકળશે

લખનૌ, લખીમપુરમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસામાં ખેડૂતો સહિત આઠના મોત થયા બાદ ખેડૂત સંગઠનોએ સરકાર સામેના આંદોલનને વધારે ઉગ્ર બનાવવાનો ર્નિણય લીધો છે.

જેના ભાગરૂપે આગામી દિવસોમાં સંખ્યાબંધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે. શરૂઆતમાં ૧૨ ઓક્ટોબરે લખીમપુરમાં માર્યા ગયેલા ખેડૂતોની અંતિમ અરદાસ કરવામાં આવશે. એ પછી લખીમપુરથી યુપીના દરેક શહેર અને ભારતના દરેક રાજ્યમાં મૃત કિસાનોના અસ્થિ કળશ યાત્રાનુ આયોજન કરવામાં આવશે.

૧૫ ઓગસ્ટે દશેરાના દિવસે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પૂતળાનુ દહન કરવામાં આવશે. ૧૮ ઓક્ટોબરે રેલ રોકો આંદોલન થશે અને ૨૬ ઓક્ટોબરે લખનૌમાં એક મહાપંચાયતનુ આયોજન કરવામાં આવ્યુ છે. દરમિયાન ખેડૂતોએ તો લખીમપુર હિંસાના આરોપી આશિષ મિશ્રાની ધરપકડ ના થાય તો ઉગ્ર દેખાવો કરવાની ચીમકી આપેલી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.