રાજ્યમાં કોરોનાના નવા ૨૪ કેસો સામે આવ્યા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના આંકડાઓમાં રોજેરોજ આસમાની સુલતાની જાેવા મળે છે. રાજ્યમાં કોરોનાના નવા ૨૪ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૭ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૮૫૫ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૭૬ પર પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં આજે કુલ ૪,૦૯,૪૯૪ રસીના ડોઝ એક જ દિવસમાં અપાઇ ચુક્યા છે. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૧૮૨ એક્ટિવ કેસ છે. જ્યારે ૦૫ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૧૭૭ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૫,૮૫૫ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૦૮૬ નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે.
જાે નવા આવેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં સુરત કોર્પોરેશનમાં ૭, અમદાવાદ કોર્પોરેશનમાં ૫, વલસાડમાં ૫, ભાવનગર અને નવસારીમાં ૨-૨, મહેસાણા, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં ૧-૧ કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ ૨૪ કેસ સામે આવ્યા છે. એક વ્યક્તિનું તાપીમાં મોત થઇ ગયું છે.
જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૨ને રસીનો પ્રથમ જ્યારે ૪૧૫૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૩૦૧૮૯ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૮૪૩૯૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૯૭૦૯૨ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૯૩૬૪૮ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪,૦૯,૪૯૪ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૬,૪૧,૬૮,૨૮૯ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS