લિવાઇસ અને દીપિકા પાદૂકોણે બ્રાન્ડ માટે આઇકોનિક કલેક્શન તૈયાર કરવા સહયોગ કર્યો
લિવાઇસે દીપિકા પાદૂકોણ સાથેના સહયોગથી તેનું નવું કલેક્શન રજૂ કર્યું
મુંબઇ, લિવાઇસે સ્ટાઇલ આઇકોન અને બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદૂકોણ સાથે તેના સહયોગની જાહેરાત કરી છે. લિવાઇસ એક્સ દીપિકા પાદૂકોણ એક એવું કલેક્શન છે કે જે ખરા અર્થમાં આઇકોનની ફેશન પ્રત્યેના અભિગમ અને વાસ્તવિક સ્ટાઇલને વ્યાખ્યાયિત કરે છે.
લિવાઇસની વાસ્તવિક સ્ટાઇલ અને પાદૂકોણની સિગ્નેચર સ્ટાઇલ સાથે અપગ્રેડ કરવા સાથે આ નવું લિવાઇસ એક્સ દીપિકા પાદૂકોણ સહયોગ વધુ તાજગી અને આત્મવિશ્વાસ દર્શાવે છે. આ કલેક્શન લિવાઇસ ક્લાસિક્સને તેના જિન્સની રેન્જ અને ડેનિમ દ્વારા પુનઃકલ્પના કરે છે તેમજ દીપિકા પાદૂકોણને એથલીઝર પીસ, એજી ફોક્સ લેધર પેન્ટ્સ અને ઓવરસાઇઝ્ડ શર્ટ્સ જેવી સિગ્નેચર ફેવરિટ્સ સાથે રજૂ કરે છે.
દીપિકા પાદૂકોણે જણાવ્યું હતું કે, “લિવાઇસ સાથે મારા પ્રથમવાર સહયોગ દ્વારા મારી વ્યક્તિગત સ્ટાઇલનું વાસ્તવિક પ્રતિનિધિત્વ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. મારું માનવું છે કે અમે તે વિઝન ઉપર ખરા ઉતરવામાં સક્ષમ રહ્યાં છીએ.”
આ સહયોગ પાદૂકોણની અલ્ટ્રા-કેઝ્યુઅલ સ્ટાઇલને લોંગ વર્સિટી જેકેટ્સ, કો-ઓર્ડ સ્વેટસ્યુટ્સ, ક્રોપ-ટોપ અને બ્રેલેટ દ્વારા જીવંત બનાવે છે. તમે એજી ફોક્સ લેધર પેન્ટ્સ અને ઓલ ડેનિમ જમ્પસ્યુટ પણ જોશો. તે લિવાઇસ ડેનિમનું આધુનિક અને નવીન સ્વરૂપ પણ દર્શાવે છે,’
જેમાં નવું ઓન-ટ્રેન્ડ 70ના દાયકાથી પ્રેરિત હાઇ વેસ્ટ જિન્સ અને કટ એન્ડ સ્વી વાઇડ લેગ સિલ્હૂટ સામેલ છે, જેને એલ્ટ્રા-લોંગ અને ક્રોપ્ડ ટ્રકર જેકેટ્સ સાથે પેર કરાશે તેમજ ઓવરસાઇઝ્ડ શર્ટ્સ, સોફ્ટ રોમેન્ટિક ટોપ્સ સાથે ઓર્ગેના સ્લીવ્સ, ઇઝી ગ્રાફિક ટી-શર્ટ્સ અને એલિવેટેડ સ્વેટશર્ટ્સ સામેલ છે. એકંદરે આ સર્વોત્તમ કલેક્શન છે, જે કોઇપણ વોડ્રોબ માટે આદર્શ છે.
લિવાઇસના દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાના એસવીપી અને એમડી સંજીવ મોહંતીએ જણાવ્યું હતું કે,“લિવાઇસ માટે અમે દીપિકા પાદૂકોણના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેના પ્રથમ સહયોગ બાબતે ખૂબજ ઉત્સાહિત છીએ. લિવાઇસ હંમેશાથી વાસ્તવિક સ્વ-અભિવ્યક્તિમાં વિશ્વાસ રાખે છે અને આ સહયોગ તેને અનુરૂપ છે. દીપિકાની સ્ટાઇલ પ્રત્યેની સમજણ અને ગ્રાહકો ઉપર તેમના પ્રભાવને કારણે અમે તેમની સાથે કામ કરવા ઇચ્છતા હતાં.
આ સહયોગ સાથે અમે નવા ફેબ્રિક્સ, ફિનિશિઝ અને ફિટ્સને સામેલ કરીએ છીએ. એથલીઝર પીસ, ફોક્સ લેધર પેન્ટ્સ, લોંગ વર્સિટિ જેકેટ્સ અને ઓવરસાઇઝ્ડ શર્ટ્સની રજૂઆતથી અમે ટેક્સટાઇલ ક્ષેત્રે અજાણી બાબતો એક્સપ્લોર કરીશું તેમજ તેને નવા ફેશન ગ્રાહકો સાથે જોડીશું.”
લિવાઇસ એક્સ દીપિકા પાદૂકોણ સહયોગ જવાબદારીપૂર્વક રીતે વિકસાવવામાં આવ્યો છે, જે ટકાઉપણા પ્રત્યે લિવાઇસની કટીબદ્ધતા સાથે સુસંગત છે.
આ સહયોગના 60 ટકા નૈતિક રીતે ઉત્પાદિત 100 ટકા લાઇન સાથે સ્થાયીરીતે સોર્સ કરવામાં આવ્યું છે. ઓર્ગેનિક કોટન, વુડ પલ્પમાંથી તૈયાર કરેલા સુપર-સોફ્ટ ટેનસેલ, કસ્ટમાઇઝ્ડ હેમ્પ અને બ્રાન્ડની વોટરલેસ ટેક્નોલોજીમાંથી ડેનિમ તૈયાર કરવામાં આવ્યું છે, જે ગ્રાહકોને સસ્ટેનેબિલિટી સાથે સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં મદદરૂપ બને છે.
લિવાઇસ એક્સ દીપિકા પાદૂકોણ સહયોગ લિવાઇસ રિટેઇલ આઉટલેટ્સ, Levi.in અને પસંદગીના ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ ઉપર8ઓક્ટોબરથી ઉપલબ્ધ બનશે.