બોલિવૂડ અભિનેતા ગોવિંદા બની ગયો જોરુ કા ગુલામ
મુંબઈ, બોલિવુડ ના હિરો નંબર વનથી જાણીતા બનેલા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાનું સેંસ ઓફ હ્યુમર ખુબ જ ફેમસ છે. જ્યારે પણ તેઓ સાથે દેખાય છે ત્યારે તેમના ફેન્સનું ખડખડાટ હસવું નકકી હોય છે. ત્યારે હવે એક એવો વિડીયો સામે આવ્યો છે જેને જાેઈને લોકો કહી રહ્યા છે કે ગોવિંદા ‘હીરો નંબર વન’ નહી પરંતુ ‘જાેરુ કે ગુલામ’ બની ગયા છે.
ખરેખર, થોડા સમય પહેલા ગોવિંદા અને સુનિતા આહુજા ‘ધ કપિલ શર્મા શો’ માં જાેવા મળ્યા હતા. હવે આ શો નો બૈક સ્ટેજ વિડીયો સામે આવ્યો છે, જેમાં સુનીતા આરામથી કાચ સામે ખુરશી પર બેસી છે અને ગોવિંદાને ઓર્ડર આપીને કામ કરાવી રહી છે. જુઓ આ વિડીયો…
આપણે આ વિડીયોમાં જાેઈ શકીએ છીએ કે કેવી રીતે સુનીતા આરામથી બેસીને ફળ ખાઈ રહી છે.
પરંતુ ચીચી તેમના કપડાં પર આયરન કરી રહ્યા છે. તો કયારેક ભાગીને બીજા કામો કરી રહ્યા છે. વીડિયોના બૈક ગ્રાઉંડમાં તુમ તો ધોખેબાઝ હો ગીતનું મ્યુઝિક સંભળાઈ રહ્યું છે. આ સીન જાેઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી અને ફેન્સ કોમેન્ટ બોક્સમાં બંનેની કેમેસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે.SSS