ડેનમાર્કના વડાપ્રધાને તાજમહેલની મુલાકાત લીધી, વિઝિટર્સ બુકમાં લખી દિલની વાત
આગ્રા, ડેનમાર્કના પ્રધાનમંત્રી એમ ફ્રેડરિક્સન અને તેમના પતિ બો ટેન્ગબર્ગે ે તાજમહેલની મુલાકાત લીધી અને તેને સુંદર સ્થળ ગણાવ્યુ છે. ફ્રેડરિક્સન આગ્રા સ્થિત વાયુસેના બેઝ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડેનમાર્કના પ્રધાનમંત્રી ત્યાંથી રાત્રિ વિશ્રામ માટે હોટલ પહોંચ્યા હતા.
ફ્રેડરિક્સન અને તેમના પતિ તથા એક પ્રતિનિધિમંડળ ઇકો ફ્રેન્ડલી વાહનમાં તાજમહેલ પહોંચ્યુ હતું. તેમનું સ્વાગત બ્રજના સ્થાનીક કલાકારોએ કર્યુ હતું. ફ્રેડરિક્સને પોતાના પતિની સાથે તાજમહેલની અંદર દોઢ કલાકનો સમય પસાર કર્યો હતો. ડેનમાર્કના પ્રધાનમંત્રીએ ઐતિહાસિક સ્મારકની તમામ માહિતી મેળવી હતી.
વિઝિટર્સ બુકમાં ડેનમાર્કના પ્રધાનમંત્રીએ આભાર વ્યક્ત કર્યો અને લખ્યું- આ સ્થાન ખુબ સુંદર છે. તાજમહેલ જાેયા બાદ પ્રધાનમંત્રી આગ્રાના કિલ્લાની પણ મુલાકાત લેવા પહોંચ્યા હતા. આગ્રા રેન્જના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, વીઆઇપીની મુલાકાતને કારણે તાજમહેલ અને આગ્રાનો કિલ્લો બે કલાક માટે બંધ હતો.HS