કોઇનસ્વિચ કુબેરે સીરિઝ સી ફંડિંગ રાઉન્ડમાં 260 મિલિયન ડોલર ફંડ ઉભું કર્યુ
● પોતાના ક્રિપ્ટો અને ગ્રોથ ફંડ એમ બંનેમાંથી ભાગીદારી સાથે a16zએ ભારતીય સ્ટાર્ટઅપમાં એનું પ્રથમ રોકાણ કર્યું
● a16z અને હાલના રોકાણકારો પેરાડિગ્મ, રિબિટ કેપિટલ, સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયા અને ટાઇગર ગ્લોબલ સાથે રોકાણકાર તરીકે કોઇનબેઝ વેન્ચર્સ સામેલ થઈ
● કોઇનસ્વિચ કુબેરે યુનિકોર્નનો દરજ્જો મેળવ્યો અને અત્યારે 10 મિલિયનથી વધારે ભારતીય ગ્રાહકો સાથે 1.9 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતું ભારતનું સૌથી મોટું ક્રિપ્ટો એસેટ પ્લેટફોર્મ છે
બેંગાલુરુ, ભારતનું સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું ક્રિપ્ટો એસેટ પ્લેટફોર્મ કોઇનસ્વિચ કુબેરએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ એન્ડ્રીસ્સેન હોરોવિત્ઝ (a16z), કોઇનબેઝ વેન્ચર્સ અને હાલના રોકાણકારો પેરાડિગ્મ, રિબિટ કેપિટલ, સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયા અને ટાઇગર ગ્લોબલ પાસેથી સીરિઝ સી ફંડ રાઉન્ડમાં 260 મિલિયનથી વધારેનું ફંડ ઊભું કર્યું છે. CoinSwitch Kuber raises USD 260 million in Series C funding from Coinbase Ventures and Andreessen Horowitz (a16z)
જ્યારે a16z ટેકનોલોજી મારફતે ભવિષ્યનું નિર્માણ કરતા સાહસિક ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા માટે જાણીતી દુનિયાની અગ્રણી વેન્ચર કેપિટલ કંપની છે, ત્યારે કોઇનબેઝ ક્રિપ્ટો અર્થતંત્ર ઊભું કરનારી શરૂઆતની પથપ્રદર્શક કંપનીઓ પૈકીની છે અને વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ પૈકીના એકનું સંચાલન કરે છે. આ રોકાણ કોઇનસ્વિચ કુબેરને યુનિકોર્ન બનાવશે અને 1.9 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી ભારતમાં સૌથી કિંમત ક્રિપ્ટો કંપની બનાવશે.
કોઇનસ્વિચ કુબેર ફંડનો ઉપયોગ આ માટે કરશેઃ
● કોઇનસ્વિચ કુબર પ્લેટફોર્મ પર 50 મિલિયન ભારતીયોને બોર્ડ પર લેવા અને ક્રિપ્ટોની નવા પ્રોડક્ટ પ્રસ્તુત કરવી – આ રોકાણ મારફતે કોઇનસ્વિચ કુબરનો મુખ્ય ઉદ્દેશ 50 મિલિયન યુઝરને બોર્ડ પર લેવાનો છે અને ક્રિપ્ટોને ઘરેઘરે જાણીતી કરવાનો છે, જેથી ભારતમાં રિટેલ ક્રિપ્ટો બજારની વૃદ્ધિ સુનિશ્ચિત થાય. કંપની આ ઉદ્દેશ ધિરાણ, સ્ટેકિંગ જેવી નવી ક્રિપ્ટો પ્રોડક્ટ્સ/સર્વિસીસ પ્રસ્તુત કરીને યુઝર્સને આ વિકેન્દ્રિકૃત ટેકનોલોજીનો લાભ લેવા સક્ષમ બનાવીને હાંસલ કરશે.
● લીડરશિપની ભરતી – કોઇનસ્વિચ કુબેરનો ઉદ્દેશ શ્રેષ્ઠ પ્રતિભાઓને એક્વાયર કરવાનો છે, જેમાં ભારતમાં ક્રિપ્ટો ઉદ્યોગમાં પરિભાષિત કરવા એન્જિનીયરિંગ, પ્રોડક્ટ, ડેટા, ગ્રોથ વગેરેમાં નિષ્ણાતો અને લીડર્સ સામેલ છે.
● નવા એસેટ વર્ગોનો ઉમેરો – કંપનીએ ભારતીયોની રોકાણ સફરને સરળ બનાવવાની ડિઝાઇનની રીત યોજના બનાવી છે તથા વિવિધ પ્રોડક્ટ અને એસેટ વર્ગો દ્વારા તેમના માટે રોકાણના વિવિધ વિકલ્પો ઓફર કરવાની પ્રક્રિયામાં છે.
● સંસ્થાગત ક્લાયન્ટને બોર્ડ પર લેવા – ક્રિપ્ટો બજારમાં પ્રવેશ કરવા સંસ્થાઓમાં રસ વધી રહ્યો છે અને કોઇનસ્વિચ કુબેરનો આશય આ તકનો લાભ લેવાનો છે. ક્રિપ્ટો લીડર તેમને વિશિષ્ટ પ્રોડક્ટ ઓફર કરીને સંસ્થાગત રોકાણની સુવિધા આપશે, જે તેમની સંપૂર્ણ જરૂરિયાતો પૂર્ણ કરશે.
● ઇકોસિસ્ટમ ફંડ શરૂ કરવું – ભારત મોટા પાયે પ્રતિભાઓ ધરાવે છે, જે ક્રિપ્ટોમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્પાદનો/પ્રોટોકોલ્સ ઊભા કરી શકે છે. અત્યારે આ ઉત્કૃષ્ટ પ્રતિભાઓને કામ કરવા માટે મજબૂત સપોર્ટ સિસ્ટમનો અભાવ છે. ભારતમાં સૌથી મોટી ક્રિપ્ટો કંપની તરીકે કોઇનસ્વિચ કુબેર દેશમાં પ્રતિભાઓને પોષવા અને ઓળખવા ઇકોસિસ્ટમ ફંડ સ્થાપિત કરશે.
● ક્રિપ્ટો અંગે જાગૃતિ અને જાણકારી–ક્રિપ્ટો હજુ પણ પ્રાથમિક તબક્કામાં છે અને એને લઈને પર્યાપ્ત જાગૃતિ નથી. કંપની આ ફંડનો ઉપયોગ ભારતમાં જાણકારીથી સંચાલિત ક્રિપ્ટો ઇકોસિસ્ટમ ઊભી કરવા તથા વર્તમાન અને સંભવિત રોકાણકારોને ક્રિપ્ટોને લઈને સર્વાંગી જાણકારી પ્રદાન કરશે, જેથી તેમને બજારમાં નેવિગેટ કરવામાં અને આ નવી એસેટના વિવિધ પાસાં સમજવામાં મદદ મળશે.
કોઇનસ્વિચ કુબેરના સહ-સ્થાપક અને સીઇઓ આશિષ સિંઘલે કહ્યું હતું કે, “કોઇનસ્વિચ કુબેરનું મિશન ક્રિપ્ટોને વધારે સુલભ બનાવીને ભારતીયો માટે સંપત્તિનું નિર્માણ કરવાનું છે. હું માનું છું કે, ભારતીય યુવા પેઢી માટે ક્રિપ્ટો રોકાણને સરળ બનાવવાથી તેમને રોકાણનું અને સંપત્તિનું સર્જન કરવાનું નવું માધ્યમ મળશે.
અમે ક્રિપ્ટો ટ્રેડિંગની તમામ જટિલતાઓ દૂર કરવા, ગ્રાહકોને જાણકારી આપવા તથા ક્રિપ્ટોમાં વન-ક્લિક ખરીદી અને વેચાણનો સરળ અનુભવ આપવા ઇચ્છતાં હતાં. અમને રોકાણના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોમાં બે સૌથી મોટા નામ દ્વારા કોઇનસ્વિચ કુબેરમાં વિશ્વાસ મૂકવાનો ગર્વ છે.
એન્ડ્રીસ્સેન હોરોવિત્ઝે ભારતમાં પ્રથમ રોકાણ કરવા અમારી પસંદગી કરી છે. કોઇનબેઝ વેન્ચર્સનું રોકાણ કોઇનસ્વિચ કુબેરના બિઝનેસ મોડલમાં વિશ્વાસનું પણ પ્રતીક છે અને ભારતની ક્રિપ્ટો સ્પેસમાં પ્રચૂર સંભવિતતા ઓફર કરશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “કોઇનસ્વિચ કુબેરની ટીમ ભારતમાં ક્રિપ્ટો રોકાણકારો માટે સૌથી પસંદગીના પ્લેટફોર્મ તરીકે સતત કામ કરે છે. એનાથી અમને ભારતમાં કામગીરીના ફક્ત 14 મહિનામાં યુનિકોર્નનો દરજ્જો મેળવવામાં મદદ મળી છે. છેલ્લાં એક વર્ષમાં અમે ભારતીય ઉપભોક્તાઓ માટે શ્રેષ્ઠ પ્રોડક્ટ વિકસાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ફંડિંગ સાથે અમને ભારતમાં દરેક ઘરમાં ક્રિપ્ટો પહોંચાડવાનું અમારું મિશન આગળ વધશે એવી આશા છે.”
એન્ડ્રીસ્સીન હોરોવિત્ઝના જનરલ પાર્ટનર ડેવિડ જ્યોર્જે કહ્યું હતું કે, “અમે ભારતમાં ક્રિપ્ટો બજારની તકોને લઈને ખુશ છીએ અને એની પથપ્રદર્શક વૃદ્ધિ સાથે કોઇનસ્વિચ દેશમાં અગ્રણી રિટેલ પ્લેટફોર્મ તરીકે બહાર આવી છે. આશિષ અને ટીમે મજબૂત અમલીકરણ ક્ષમતાઓ પ્રદર્શિત કરી છે તથા ભારતમાં લોકો માટે એક ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પ્રદાન કરવાની આકાંક્ષા ધરાવે છે.”
વર્ષ 2017માં આશિષ સિંધલ, ગોવિંદ સોની અને વિમલ સાગરે શરૂ કરેલી કોઇન સ્વિચ ક્રિપ્ટો એક્સચેન્જીસના આંતરરાષ્ટ્રીય એગ્રીગેટર તરીકે શરૂ થઈ હતી. કંપનીએ જૂન, 2020માં ભારતમાં એની કામગીરી શરૂ કરી હતી. કોઇનસ્વિચ કુબેરના અગાઉના રોકાણકારોમાં પેરાડિગ્મ, રિબિટ કેપિટલ, સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયા અને ટાઇગર ગ્લોબલ તેમજ કુનાલ શાહ જેવા જાણીતા એંજલ રોકાણકારો સામેલ છે. કોઇનસ્વિચ કુબેર સાત મિલિયનથી વધારે માસિક એક્ટિવ યુઝર સાથે ભારતમાં 10 મિલિયનથી વધારે યુઝર્સ ધરાવે છે.