બિહારના ૫ જિલ્લાઓના પાણીમાં યુરેનિયમની માત્રા માનાંકથી બે ગણી વધારે
પટણા, બિહારના ૫ જિલ્લાઓના પાણીમાં યુરેનિયમની માત્રા માનાંકથી બે ગણી વધારે મળી છે જે માનવ જીવન માટે ખૂબ જ ખતરનાક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ પાણીમાં યુરેનિયમની માત્રા ૩૦ માઇક્રો ગ્રામ કે તેનાથી ઓછી હોવી જાેઈએ પરંતુ રાજ્યના ૬ જિલ્લામના પાણીમાં યુરેનિયમની માત્રા ૮૫ માઇક્રો ગ્રામ પ્રતિ લીટર મળી છે. તેનાથી માનવ સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. પાણીમાં યુરેનિયમની માત્રા વધારે હોવા પર કેન્સર અને કીડનીની સમસ્યા વધી શકે છે. તેના પર બધી સ્ટડી કરવામાં આવી રહી છે.
મહાવીર કેન્સર સંસ્થા અને યુનિવર્સિટી ઓફ મેનચેસ્ટરના સંયુક્ત તત્ત્વાધાનમાં આ રિસર્ચ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું હતું.બિહાર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ ડૉ. અશોક કુમાર ઘોષનું કહેવું છે કે અત્યાર સુધી બિહારના પાણીમાં આર્સેનિક પાણીની માત્રા મળી હતી પરંતુ પહેલી વખતે રાજ્યના પાણીમાં યુરેનિયમ મળ્યું છે. બિહારમાં યુરેનિયમની માત્રા પટના, નવાદા, નાલંદા, સારણ, સિવાન અને ગોપાલગંજ જિલ્લામાં મળી છે.અત્યાર સુધી બિહારના પાડોશી રાજ્ય ઝારખંડના જાદુગોડામાં યુરેનિયમ જાેવા મળતું હતું પરંતુ બિહારમાં પહેલી વખતે આ ગુણોત્તર જાેવા મળ્યું છે.
આ જિલ્લાઓમાં આર્સેનિકની માત્રા ક્યારેય જાેવા મળી નથી. આ જિલ્લા ગંગા નદીના કિનારા પર પણ નથી. આ જિલ્લાઓમાં યુરેનિયમની માત્રા માનાંકથી વધારે મળવા પર વૈજ્ઞાનિક પણ હેરાન છે.
પટના મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલના કેન્સર વિભાગના ડૉક્ટર પી.એન. પંડિતનું કહેવું છે કે પાણીમાં માનાંકથી વધારે માત્રામાં યુરેનિયમ મળવાથી ન માત્ર માનવ જાતિ પરંતુ પર્યાવરણ પર પણ તેના ઘાતક પરિણામ જાેવા મળી શકે છે. યુરેનિયમ રેડિયો એક્ટિવ તત્ત્વ છે. પાણીમાં તેની માત્રા વધવી સ્વાસ્થ્ય માટે ઘાતક છે. હવે જાેવાનું એ રહ્યું કે આ જિલ્લાઓમાં કેન્સરના દર્દીઓની શું સ્થિતિ છે? તેના પર આગામી સમયમાં કામ કરવામાં આવશે કે કેમ.HS