ગુજરાતનું આ ગામ જયાં ૧૭ કલાક વીજપુરવઠો બંધ રહ્યો

જેસર, જેસર તાલુકાના રાણીગામમાં ફેરફાર જેસર પીજીવીસીએલની (PGVCL Gujarat) બેદરકારીના કારણેે રાણીગામમાં ૧૭ કલાકથી વધારે સમયથી વીજ પુરવઠો ખોરવાયેલો હોવાથી ગ્રામજનો ત્રાસ ભોગવી રહ્યા છે.
તા.૯-૧૦-ર૧ના સાંજે ૦પ.૦૦ વાગ્યાની આજુબાજુ ગામમાં લાઈટ બંધ થઈ જતાં ગામલોકો દ્વારા જેસર પીજીવીસીએલ માં જાણ કરતાં ગામનું ટીસી બળી ગયેલ છે. એમ જણાવવામાં આવ્યુ હતુ. અને ટીસી જલ્દી બદલી અને ગામમાં વીજ પુરવઠો ફરી યથાવત કરી આપવામાં આવશે એમ જણાવવામાં આવ્યુ હતુ.
ત્યારબાદ એટલે કે ૧ર કલાક પછી પણ વીજપુરવઠો ચાલુ ન થતા ફરીવાર નાયબ ઈજનેર જેસર વિસાતને ફોન કરતા હમણા મહુવાથી ટીસી આવી જશે એમ જણાવ્યુ હતુ. આ મામલે મહુવા વીજ કચેરી અને રાજકોટમાં હેલ્પલાઈન નંબરમાં પણ ફરીયાદ નોંધાવાઈ હતી.