જૂનાગઢમાં બેંક કર્મીને આંતરી રૂા.પ૬ હજારની લૂંટ ચલાવનારા ઝડપાયા

જૂનાગઢ, શહેરની વિવેકાનંદ સ્કુલ નજીક બે દિવસ પહેલાં એક બેંક કર્મચારીનેે આંતરીને રૂા.પ૬ હજારની લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી રીઢા ગુનેગાર સહિત બે શખ્સોને રૂા.રપ હજાર રોકડા તથા બાઈક સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી.
શહેરના મેઘાણીનગરમાં રહેતા અને કો.કો.બેકમાં ફરજ બજાવતા વિશાલ ધિરેન્દ્ર પંડ્યા (ઉ.વ.૩૬) ને ગત તા.૮મી ના રોજ પોતાના બાઈકમાં ઘરે જતા હતા તનયારે આઈટીઆઈ વિવેકાનંદ સ્કુલ વચ્ચે બાઈક ઉપર આવેલા બે શખ્સોએ આંતરીને છરી બતાવી હતી અને રૂા.૮૦૦ની લૂંટ ચલાવી હતી. વધુ નાણાં પડાવવા સ્કુટરમાં ઉઠાવી એટીએમમાંથી રૂા.પપ૦૦૦ ઉપડાવી લૂૃટી લીધા હતા.
આ અંગેની વિશાલ પંડ્યાએ એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને બંન્ને શખ્સોનું પગેરૂ એ ડીવીઝન વિસ્તારમાં મળતા બાતમીના આધારે લૂુંટમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર સમીર કનુ મકવાણા(ઉ.વ.રર, રહે.પ્રદિપ ખાડીયા) અને રામ અમૃતલાલ ચૌહાણ (ઉ.વ.રપ) રહે.જાેષીપરા) ને ખાડીયા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. આ શખ્સોની અંગજડતી લેતા રોકડા રૂા.રપ૦૦૦ તથા ગુનામાં વપરાયેલી બાઈક કબજે કરી પૂછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી.
ઈ-ગુજકોપ તથા પોકેટ કોપ એપ્લીકેશનને આધારે રેકર્ડ મેળવતા સમીર મકવાણા બે લૂંટ સહિત ૯ ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યુ હતુ. આ રીઢા ગુનેગાર જ્યારે પકડાઈ ત્યારે જાતે બ્લેડથી ઈજાઓ કરવાની તથા પોલીસ લોકઅપમાં માથા ભટકાડી ઈજાઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ શખ્સો અંગે કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરી છે.