સ્માર્ટફોનનો ઉપયોગ કરનાર લોકોમાં દૂરનાં દૃશ્યો ધૂધળાં દેખાવાનું જાેખમઃ રિસર્ચ

પ્રતિકાત્મક
ર૦પ૦ સુધીમાં દુનિયાની અડધી વસતીને દૂરની ચીજાે ધુંધળી દેખાવાનું શરૂ થઈ શકે છે
આજકાલ લોકોમાં કોમ્પ્યૂટર, લેપટોપ અને સ્માર્ટફોનના ઉપયોગનું પ્રમાણ વધી રહ્યું છે. વર્કફ્રોમ હોમના કારણે લોકો વધારે સમય સ્ક્રીન સામે વિતાવે છે જે તેમને એવી બીમારીની ભેટ આપે છે જે સામાન્ય રીતે વૃદ્ધોમાં જાેવા મળતી હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,
જાે તમે લાંબા સમય સુધી સ્માર્ટફોન કે કોમ્પ્યૂટરની સ્ક્રીન સામે વિતાવો છો તો તેનાથી આંખોની રોશની ઘટે અને દૂરના દૃશ્યો ઝાંખા દેખાય તેવી શકયતા રહેલી છે. વૈજ્ઞાનિક ભાષામાં આને માયોપિયા કહેવામાં આવે છે. સંશોકોના જણાવ્યા મુજબ, ૩ મહિનાથી લઈને ૩૩ વર્ષ સુધીના લોકોમાં માયોપિયા થવાનું જાેખમ ૮૦ ટકા જેટલું રહેલું છે.
આ દાવો ઈંગ્લેન્ડની એંગલિયા રસ્કિન યુનિવર્સિટીના સંશોધકોએ તેમના રિસર્ચમાં કર્યો હતો. સંશોધકો કહે છે કે ફકત સ્માર્ટફોન જ ૩૦ ટકા સુધી માયોપિયાનું જાેખમ વધારે છે અને જાે જરૂર કરતાં વધારે સમય કોમ્પ્યૂટરનો ઉપયોગ કરો છો તો આ જાેખમ વધીને ૮૦ ટકા સુધી પહોંચી જાય છે.
ર૦પ૦ સુધીમાં દુનિયાની અડધી વસતીને દૂરની ચીજાે ધુંધળી દેખાવાનું શરૂ થઈ શકે છે કે આંખો સાથે સંકળાયેલી આવી જ કોઈ સમસ્યા થઈ શકે છે. ર૦૧૯માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઈલ કે લેપટોપ સ્ક્રીનથી દૂર રાખવા જણાવ્યું હતું.
WHO અનુસાર બેથી પાંચ વર્ષના બાળકોને દિવ્સભરમાં એક કલાકથી વધારે ગેઝેટસના ઉપયોગની મંજૂરી આપવી જાેઈએ નહી. ચાલુ વર્ષે બ્રિટનના બે હજાર પરિવારો પર થયેલા સેસવાઈડ સર્વેમાં જાણવા મળ્યું કે બાળકો સરેરાશ એક અઠવાડિયામાં ર૩ કલાક સ્ક્રીન સામે વિતાવી રહ્યા છે.
કોરનાકાળ દરમિયાન થયેલા અભ્યાસ જણાવે છે કે લોકડાઉનમાં સ્ક્રીન ટાઈમ વધારે વધી ગયો છે. માયોપિયા ઝડપભેર વધવાની સમસ્યા અંગે સંશોધક રુપેર્ટ બોર્ન કહે છે, માયોપિયા ઝડપભેર વધતી સમસ્યા છે.