મહિન્દ્રાએ ટ્રેક્ટર્સની નવી રેન્જ યુવો ટેક+ લોન્ચ કરી
યુવો ટેક+ અદ્યતન 3-સિલિન્ડર mZIP એન્જિન દ્વારા પાવર્ડ છે અને ઉદ્યોગમાં કેટલીક સૌપ્રથમ ખાસિયતો ધરાવે છે
મહિન્દ્રા ગ્રૂપની કંપની અને વિશ્વમાં વોલ્યુમની દ્રષ્ટિએ ટ્રેક્ટરની સૌથી મોટી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે આજે યુવા ટેક+ નામના ટ્રેક્ટરની અદ્યતન રેન્જ પ્રસ્તુત કરી હતી.
આ અંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડન્ટ હેમંત સિક્કાએ કહ્યું હતું કે, “મહિન્દ્રમાં અમારી બ્રાન્ડનો ઉદ્દેશ ‘ટ્રાન્સફોર્મિંગ ફાર્મિંગ, એનરિચ લિવ્સ’નો છે. યુવો ટેક+ની નવી અદ્યતન mZip એન્જિન ટેકનોલોજી, ટ્રાન્સમિશન અને હાઇડ્રોલિક્સ ટેકનોલોજી એને એના સેગમેન્ટમાં સૌથી અદ્યતન ટ્રેક્ટર બનાવે છે. એનો ઉદ્દેશ ભારતીય ખેતરોમાં ખેડૂતોને શ્રેષ્ઠ ઉત્પાદકતા, શ્રેષ્ઠ સુવિધા, શ્રેષ્ઠ બચત અને આવક પ્રદાન કરવાનો છે. ‘ટેકનોલોજી મેં નંબર 1’ની યુવો ટેક+ બ્રાન્ડની ખાતરી સાથે અમને ખુશી અને વિશ્વાસ છે કે, ઉત્પાદનને અમારા ગ્રાહકો સારો આવકાર આપશે, ખાસ કરીને એની 6 વર્ષની વોરન્ટી અને વાજબી કિંમત સાથે.”
મહિન્દ્રાના અદ્યતન યુવો ટ્રેક્ટરના રેન્જના પ્લેટફોર્મ પર આધારિત નવા મહિન્દ્રા યુવો ટેક+ મહિન્દ્રા નવા mZIP 3-સીલિન્ડર એન્જિન દ્વારા પાવર્ડ છે, જે ઊંચી ક્યુબિક ક્ષમતા ટેકનોલોજી ધરાવે છે. નવા એન્જિનને ઊંચો ટોર્ક અને પાવરની શ્રેષ્ઠ ડિલિવરી અને કેટેગરીમાં ઇંધણદક્ષતા પર ગર્વ છે. યુવો ટેક+ 3-સ્પીડ રેન્જ ઓપ્શન (H-M-L) સાથે 12F (ફોરવર્ડ) + 3R (રિવર્સ) ટ્રાન્સમિશન ટેકનોલોજી સાથે આવે છે, જે જમીનના પ્રકાર અને કૃષિ ઉપયોગિતાના આધારે ઝડપ પસંદ કરવામાં મદદરૂપ થાય છે. અતિ સચોટ કન્ટ્રોલ વાલ્વ્સ અને 1700 કિલોગ્રામની શ્રેષ્ઠ લિફ્ટ ક્ષમતા સાથે યુવો ટેક+ સરળતા અને સચોટતા સાથે ભારે કામગીરી કરી શકે છે.
મહિન્દ્રા યુવો (26-37.3 kW) 35 – 50 HP રેન્જમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ટ્રેક્ટર છે, જે 5 વર્ષ અગાઉ પ્રસ્તુત થયું હતું, જેની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને આરએન્ડડી ચેન્નાઈમાં સ્થિત મહિન્દ્રાની રિસર્ચ વેલી (એમઆરવી)માં થયું છે. યુવો રેન્જ 30થી વધારે ઉપયોગિતા અને દુનિયાના તમામ વિસ્તારોમાં 1,50,000 કલાકના સઘન પરીક્ષણને આધારે તૈયાર થઈ છે તથા 1,25,000થી વધારે સંતુષ્ટ ગ્રાહકો સાથે મહિન્દ્રાના કાફલામાં સૌથી વધુ સફળ ઉત્પાદન છે. મહિન્દ્રા યુવો ટેક+ પ્રસ્તુત થવાની સાથે મહિન્દ્રા ટેકનોલોજીનો નવો માપદંડ સ્થાપિત કર્યો છે અને પ્રારંભિક તબક્કામાં ત્રણ મોડલ – યુવો ટેક+ 275 (27.6 Kw-37 HP), યુવો ટેક + 405 (29.1kW 39 HP) અને યુવો ટેક + 415 (31.33kW – 42 HP) પ્રસ્તુત કરશે.
આ ઉત્પાદનો શરૂઆતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢ, બિહાર, ઝારખંડ અને ગુજરાતમાં પ્રસ્તુત થશે અને પછીના મહિનાઓમાં આ જ પ્લેટફોર્મ પરથી અન્ય બજારોમાં નવા ઉત્પાદનો પ્રસ્તુત થશે.
વર્ષ 1963માં અમેરિકાની ઇન્ટરનેશનલ હાર્વેસ્ટર ઇન્ક. સાથે સંયુક્ત સાહસમાં પ્રથમ ટ્રેક્ટર પ્રસ્તુત કરનાર મહિન્દ્રા વર્ષ 2019માં 3 મિલિયન મહિન્દ્રા ટ્રેક્ટર પ્રસ્તુત કરનાર ભારતની પ્રથમ ટ્રેક્ટર બ્રાન્ડ બની હતી, જેમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને થયેલું વેચાણ સામેલ છે. પોતાની અસાધારણ નિર્માણ ગુણવત્તા તથા દુર્ગમ વિસ્તારોમાં પર્ફોર્મન્સ માટે પ્રસિદ્ધ મહિન્દ્રા ડેમિંગ એવોર્ડ અને જાપાનીઝ ક્વોલિટી મેડલ્સ એમ બંને ધરાવતી એકમાત્ર ટ્રેક્ટર ઉત્પાદક છે.
છ મહાખંડોમાં 50થી વધારે દેશોમાં કામગીરી સાથે મહિન્દ્રા અત્યારે દુનિયામાં 14 ટ્રેકટર ઉત્પાદન (તેમાંથી 8 ભારતમાં) અને એસેમ્બલી યુનિટ ધરાવે છે, જે એની પેટાકંપનીઓ દ્વારા ઉત્તર અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો, ફિનલેન્ડ, તુર્કી અને જાપાનમાં કામગીરી ધરાવે છે.
મહિન્દ્રાની નવી યુવો ટેક+ ટ્રેક્ટરની રેન્જની મુખ્ય ખાસિયતો અને ફાયદાઃ
એન્જિન ટેકનોલોજીઃ પાવર ઔર માઇલેજ મૈં નંબર 1
25 ટકા સંવર્ધિત બેકઅપ ટોર્ક સાથે પાવરફૂલ 3-સીલિન્ડર M Zip એન્જિન
મહત્તમ ટોર્ક (183 Nm for 31.33kW – 42 HP tractor) – ઓછા સમયમાં વધારે કવરેજ
રોટરી ઇમ્પ્લીમેન્ટ માટે શ્રેષ્ઠ PTO HPને અનુકૂળ
સૌથી વધુ ઇંધણદક્ષ એન્જિન- નાણાં બચાવે
ટ્રાન્સમિશન ટેકનોલોજીઃ સ્પીડ ઓપ્શન્સ મૈં નંબર 1
12 ફોરવર્ડ + 3 રિવર્સ, જે કોઈ પણ પ્રકારની જમીન અને વિવિધ ઉપયોગિતા માટે ટ્રેક્ટરને અનુકૂળ બનાવે છે
H-M-L સ્પીડ રેન્જ – કૃષિ ઉપયોગિતા માટે પસંદ કરવા સ્પીડના વધારે વિકલ્પો
પ્લેનેટરી ડ્રાઇવ તથા વિશ્વસનિય અને ટકાઉ હેલિકલ ગીઅર
ગીઅરને સરળતાપૂર્વક બદલવા અદ્યતન સતત મેશ ટ્રાન્સમિશન
હાઇડ્રોલિક્સ ટેકનોલોજીઃ પ્રીસિસન મૈં હો નંબર 1
વાવેતરનું એકસમાન ઊંડાણ સુનિશ્ચિત કરવા અતિ સચોટ કન્ટ્રોલ વાલ્વ્સ
1700 કિલોગ્રામ સુધી સંવર્ધિત લિફ્ટ ક્ષમતા, સરળતાપૂર્વક સૌથી વધુ હેવી ચીજવસ્તુઓનો ઉપાડવાની ક્ષમતા
ભારે સામગ્રીને ઝડપથી નીચે લાવે
ફેક્ટરી ફિટેડ ટિપિંગ ટ્રેલર પાઇપ
સુવિધાજનક ડિઝાઇનઃ કમ્ફર્ટ મૈં હો નંબર 1
ઓરિજિનલ સાઇડ શિફ્ટ ગીઅર
સ્પેશિયસ અને ફૂલ પ્લેટફોર્મ – સરળ એન્ટ્રી અને એક્ઝિટ
ડ્યુઅલ એક્ટિંગ પવાર સ્ટીઅરિંગ – સુવિધાજનક ડ્રાઇવિંગ અને કામકાજના લાંબા કલાકો
સુવિધાજનક રીતે પેડલ્સ અને લીવર્સની ડિઝાઇ
પીસ ઓફ માઇન્ડ મૈં નંબર 1
ઉદ્યોગમાં શ્રેષ્ઠ 6 વર્ષની વોરન્ટી
મજબૂત પ્રોડક્ટ ડિઝાઇન
નંબર 1 ચેનલ – સ્પેર્સ અને સર્વિસ પોઇન્ટની સરળ ઉપલબ્ધતા