શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કૂલ,નેત્રામલીમાં શિક્ષક દિનની ઉજવણી
(કમલેશ નાયી, નેત્રામલી) ઇડર તાલુકાની શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કૂલ, નેત્રામલી માં તારીખ ૧૬/૯/૨૦૧૯ ના રોજ ઉત્સાહ પૂર્વક શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ૨૦ જેટલા ઉત્સાહી વિધાર્થીઓ એ શિક્ષક તરીકેની અને બે વિધાર્થી મિત્રો એ સેવકની ભૂમિકા અદા કરી હતી. આચાર્યશ્રી તરીકે પટેલ વત્સલે ભૂમિકા નિભાવી હતી. શિક્ષક એટલે શું? તેનો સાચો અનુભવ કર્યો હતો.શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ અને શિક્ષક મિત્રો એ શિક્ષક બનેલા વિધાર્થીઓ ને સતત પ્રોત્સાહન પૂરું પાડયું હતું અને અભિનંદન પાઠવ્યા હતા.