માસ્ક પહેરવા બાબતે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ
સુરત, હાલમાં સુરત શહેરમાં નવરાત્રીની ધૂમ જાેવા મળી રહી છે. શહેરનાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જ આયોજન હતું. ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું.
વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવાયો હતો. જાેકે આ દરમિયાન એબીવીપીના નેતાઓએ પોલીસે તેમને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
સમગ્ર હોબાળા બાદ એબીવીપી દ્વારા પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જાે માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કોરોના મહામારીમાં સરકાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે સુરતની સોસાયટીઓ, શેરીઓમાં નાના નાના આયોજન કરવામાં આવી રહ્યા છે.
ત્યારે આ તહેવાર નિમિતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં હોસ્ટેલનાં વિદ્યાથીઓ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસની નવરાત્રીની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં માત્રને માત્ર યુનિવર્સિટીના હોસ્ટેલના અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે કહેવામાં આવ્યું હતું.
ગરબા રમતી વખતે ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓને કેટલાંક સૂચનો આપ્યાં હતાં. બે-ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનનાં મહિલા પીઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાેતજાેતાંમાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.
પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વધુ વણસતાં અન્ય કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા. કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાંથી ઉમરા પોલીસ સ્ટેશન લઇ જવાતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમને છોડાવવા માટે ઉમરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા પહોંચ્યા હતા.
વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અમે પરમિશન સાથે ગરબાનું આયોજન કર્યું હતું તો પોલીસે ખોટી રીતે કેમ દખલ કર્યો હતો. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી જઈને પોલીસ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ સમગ્ર મામલે આજે એબીવીપી દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા ગરબા વિવાદ મામલે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે ગુજરાત ભરમાં એબીવીપી દ્વારા આવેદન પત્ર આપવામાં આવશે. જાે વિદ્યાર્થીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.SSS