ઝુનઝુનવાલાએ પાંચ દિવસમાં આ શેરમાં કરી ૫૨૦ કરોડની કમાણી

મુંબઈ, રાકેશ ઝુનઝુનવાલાને જાણે ટાટા ગ્રુપના સ્ટોક્સ ફળી રહ્યા હોય તેવું ચિત્ર હાલ ઉપસી રહ્યું છે. ટાઈટનના શેરમાં તાજેતરમાં જાેવા મળેલા જાેરદાર ઉછાળા બાદ હવે ઝુનઝુનવાલાનું જેમાં કરોડોનું રોકાણ છે તેવા ટાટા મોટર્સમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં જાેરદાર તેજી જાેવા મળી રહી છે.
૧૩ ઓક્ટોબરે આ શેરમાં બજાર ખૂલ્યું તે સાથે જ જાેરદાર તેજી જાેવા મળી હતી, અને એક તબક્કે તેમાં ૧૮ ટકાથી પણ વધુનો ઉછાળો નોંધાયો હતો. સવારે ૧૧ વાગ્યાની સ્થિતિએ ટાટા મોટર્સનો શેર ૧૮.૨૭ ટકાના ઉછાળા સાથે ૪૯૭ રુપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ શેર છેલ્લા એક મહિનામાં જ ૬૪.૮૪ ટકાની તેજી દર્શાવી ચૂક્યો છે. ૧૩ સપ્ટેમ્બરના રોજ ટાટા મોટર્સ ૩૦૧ રુપિયાની સપાટી પર હતો, જે આજે ૫૦૦ રુપિયાના લેવલને તોડવાની નજીક પહોંચી ગયો છે. ૫૦૦ રુપિયાના લેવલને તોડ્યા બાદ પણ આ શેરે પોતાના ઓલટાઈમ હાઈ લેવલને સ્પર્શવા માટે ૨૦ ટકા જેટલી તેજી દર્શાવવી પડશે.
રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સમાં કરેલી ખરીદીની વાત કરીએ તો તેઓ આ કંપનીમાં ૧.૧૪ ટકાનો હિસ્સો ધરાવે છે. જુન ૨૦૨૧ની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર, ઝુનઝુનવાલા પાસે ટાટા મોટર્સના ૩,૭૭,૫૦,૦૦ શેર્સ હતા. તેમણે એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં થોડા શેર્સ વેચ્યા હતા. તે પહેલા તેમની પાસે ૪,૨૭,૫૦,૦૦૦ શેર્સ એટલે કે, ૧.૨૯ ટકા હિસ્સો હતો. છેલ્લા પાંચ દિવસમાં જ ટાટા મોટર્સનો શેર ૩૮.૭૫ ટકા જેટલો ઉછળી ચૂક્યો છે.
આંકડાની દ્રષ્ટિએ જાેઈએ તો, આ ગાળામાં ટાટા મોટર્સના શેરમાં ૧૩૮ રુપિયાનો વધારો થયો છે. ઝુનઝુનવાલા પાસે જેટલા શેર્સ પડ્યા છે, તે હિસાબે જાેવા જઈએ તો, ભારતના વોરેન બફેટ કહેવાતા ઝુનઝુનવાલા પાસે રહેલા આ કંપનીના શેર્સની વેલ્યૂમાં પાંચ દિવસમાં જ ૫૨૦ કરોડ રુપિયાનો વધારો થયો છે.
છેલ્લા ઘણા સમયથી ઓટો શેર્સમાં જાેરદાર મંદી જાેવા મળી રહી હતી. જેમાંથી ટાટા મોટર્સ પણ બાકાત નહોતો. વળી, માર્ચ ૨૦૨૦માં શેરબજારમાં થયેલા ક્રેશ દરમિયાન આ શેર ૭૦ રુપિયાની આસપાસ પહોંચી ગયો હતો. જાેકે, છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ઓટો સેક્ટરમાં જાેરદાર તેજી જાેવા મળી રહી છે.
ટાટાએ પણ આ દરમિયાન જાેરદાર તેજી બતાવી છે. વળી, કંપની એક પછી એક નવી કાર્સ લોન્ચ કરીને માર્કેટમાં પોતાની સ્થિતિ પણ મજબૂત કરી રહી છે. તેવામાં આ શેર માટે ૫૦૦ રુપિયાનું લેવલ ખૂબ જ મહત્વનું સાબિત થશે. જાેકે, હાલની સ્થિતિએ રોકાણ કરવાનો ર્નિણય ખૂબ જ સમજી-વિચારી અને પૂરતું રિસર્ચ કર્યા બાદ જ લેવો.SSS