નરાધમે ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી ઝાડીમાં ફેંકી દીધી
સુરત, સુરતમાં ક્રાઈમ રેટમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, હત્યા, દુષ્કર્મ, મારામારી, લૂંટ, અપહરણ કેસાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સાઓ અરેરાટી ફેલાવી દીધી છે. સુરતના સચિન વિસ્તારમાં નરાધમ યુવકે ૪ વર્ષની નાના બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા સમગ્ર પથકમાં ચરચાર મચી ગઈ છે.
સચિન વિસ્તારમાં ૪ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું બાદમાં બાળકીને ઝાડીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો, પરિવારજનોએ બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા બાળકીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યો હતા જેમાં ક્રાઈમ બ્રાન્ચે ૧૦ ટીમો બનાવી બાળકોની શોધખોળ હાથ ધરી.
આખરે ૫ કલાક બાદ બાળકી ઝાડીમાં ફેંકી દીધેલ હાલતમાં મળી આવી હતી જે બાદ પોલીસે મેડિકલ તપાસ માટે બાળકીને મોકલી આપી હતી જેમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ૪ બાળકીના અપહરણ બાદ તેની દુષ્કર્મની ઘટના સામે આવતા જ પોલીસ પણ ચોંકી ગઈ છે,
હાલ તો બાળકી હોસ્પિટલમાં સારવાર અર્થે છે, જ્યારે પોલીસ ઘટના સ્થળની આસપાસના સીસીટીવીને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, CCTVના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હોવાનું પણ મનાઈ રહ્યું છે, જાે કે હજુ સુધી આરોપી યુવકની ધરપકડ થઈ નથી.HS