એમેઝોન 150 NGOઓ સાથે મળીને યુવાનોને 20,000 જેટલા ડિવાઇસ પૂરા પાડશે
એમેઝોન ઇન્ડિયાએ વંચિત વિદ્યાર્થીઓ માટે ડિજીટલ સેવાઓમાં ઍક્સેસ સક્ષમ બનાવવા માટે ‘ડિલીવરીંગ સ્માઇલ્સ’ પહેલ શરૂ કરી
એમેઝોન ઇન્ડિયાએ દેશમાં પ્રવર્તમાન ડિજીટલ વિભાજનમાં સેતુ પૂરો પાડવા માટે આજે તેના હેતુની જાહેરાત કરી છે, જે વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓ માટે ડિજીટલ ડિવાઇસીસનો લાભ ઉઠાવવામાં વધારો કરે છે અને આ રીતે તેમને વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત બનાવે છે.
આ ફોકસ અનુસાર અને તહેવારની ખુશીના ઉત્સાહને વધુ મજબૂત બનાવવા માટે કંપનીએ એમેઝોન ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટીવલ 2021 સાથે ‘ડિલીવરીંગ સ્માઇલ્સ’ પહેલ શરૂ કરી હોવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ ગ્રાહકોને કંઇક આપવાના અનુભવ લેવામાં અને કંપનીના ડિજીટલ શૂન્યવકાશને ખાળવાના હેતુમાં ભાગ લેવામાં સહાય કરશે.
“માત્ર શિક્ષણના ક્ષેત્રમાં જ નહીં પરંતુ આવશ્યક સેવાઓની પહોંચમાં પણ કોવિડ -19 રોગચાળાએ માત્ર ડિજિટલ વિભાજન પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરીત કર્યા છે. સૌથી વધુ પ્રતિકૂળ અસરગ્રસ્ત લોકોમાં હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોના યુવાનો છે.
અમારા ગ્રાહકો, કર્મચારીઓ અને ભાગીદારો સાથે મળીને, અમે ડિજિટલ ડિવાઇસિસ સાથે યુવાનોને ઓનલાઈન શિક્ષણ અને તેમના પરિવારો માટે આવશ્યક સેવાઓમાં સતત ઍક્સેસ માટે સક્ષમ કરીને અંતર દૂર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વધુ સ્મિત લાવવાનો અને એમેઝોન ઇન્ડિયાના ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવલની ઉત્સાહમાં વધારો કરવાની અમારી રીત છે“ એમ એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ, મનીષ તિવારીએ ઉમેર્યુ હતું કે, એમેઝોન આપણા દેશના ભવિષ્યમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
અમે જાણીએ છીએ કે જ્યારે પ્રતિભા અને જુસ્સો તમામ યુવાનોમાં ફેલાયેલો છે, ત્યારે તક નથી. આનાથી અમને અમારી તાજેતરમાં ભારતમાં ગ્લોબલ સિગ્નેચર કોમ્પ્યુટર એજ્યુકેશન પહેલ એમેઝોન ફ્યુચર એન્જિનીયર લોન્ચ કરવાની પ્રેરણા મળી છે, જેનો ઉદ્દેશ્ય વંચિત વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત કમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષણ અને કારકિર્દીની તકોનો ઉપયોગ કરવાનો હતો.” એમ મનીષે ઉમેર્યુ હતુ.
હજ્જારો યુવાનોને લાભ આપવા માટે ભાગીદારીની વાત કરતા ગિવ ઇન્ડિયાના સીઓઓ સુમિત તયાલે જણાવ્યું હતું કે “છેલ્લા 18 મહિનામાં ડિજિટલ વિભાજનમાં વધારો થયો છે. લાખો વંચિત વિદ્યાર્થીઓ તેમના શિક્ષણને ચાલુ રાખવા માટે જરૂરી ડિજિટલ ડિવાઇસ પરવડી શકતા નથી.
એમેઝોન ઇન્ડિયાની ડિલિવરિંગ સ્માઇલ્સ પહેલ આ વિભાજનને સરળ, અસરકારક અને સ્કેલેબલ રીતે દૂર કરવામાં મદદ કરશે અને જ્યાં તે સૌથી વધુ મહત્વ ધરાવે છે ત્યાં અસર ઊભી કરશે. અમે આશા રાખીએ છીએ કે આ દેશના દરેક ખૂણામાં એમેઝોન ગ્રાહકો આ ઉમદા કાર્યમાં ભાગ લેશે અને ઉત્સાહપૂર્વક આપશે.”
ગુંજના સ્થાપક નિર્દેશક અંશુ ગુપ્તાએ જણાવ્યું હતું કે “આપણાં બધાની અલગ અલગ રીતો છે કે જેમાં આપણે ગિવીંગ સાથે સંકળાયેલા છીએ. છેલ્લા બે દાયકામાં, ગુંજ સરળ રીતો બનાવી રહી છે જેમાં કોઈ પણ સમાજને ઋણ અદા કરી શકે છે. જે કોઇકને માટે ફરક પાડી શકે છે.
કોઈ વ્યક્તિ એવી વસ્તુઓનું જીવન પણ લંબાવે છે જે અન્યથા આપણી ઇકોલોજીને નુકસાન પહોંચાડે છે. અમે આશા રાખીએ છીએ કે ગુંજ અને એમેઝોનની આ ભાગીદારી વિકાસ કાર્ય માટે બિનઉપયોગી સામગ્રીના પ્રવાહને ચાલુ રાખશે. – જેથી ઘણી બધી ઉપયોગી વસ્તુઓના બગાડને અટકાવી શકાય.”
કેશીફાઇના સહ-સ્થાપક અને સીઇઓ મનદીપ મનોચાએ જણાવ્યું હતું કે, “એક સંસ્થા તરીકે, અમારું ધ્યેય એ છે કે કોઈપણ ડિવાઇસનો ઉપયોગ ન થાય. અમારી પહેલ ‘ડોનેટ ફોર એજ્યુકેશન’ દ્વારા, અમે ઇ-લર્નિંગ સ્પેસમાં ફેરફાર કરવા માટે પહેલેથી જ પગલું ભર્યું છે.
એમેઝોન ઇન્ડિયા સાથેની આ ભાગીદારી સાથે, અમે ડિજિટલ વિભાજનને મોટા પાયે પાર કરવાની આશા રાખીએ છીએ. જો આપણે જરૂરિયાત વિનાના વિદ્યાર્થી માટે બિનઉપયોગી ફોનને ઉપયોગી બનાવી શકીએ અને આપણા દેશને આગળ લાવી શકીએ તો અમને ગમશે.”
એમેઝોન 150 મોટી અને નાની બિન-નફાકારક સંસ્થાઓ સાથે મળીને વંચિત યુવાનોને 20,000 જેટલા ડિવાઇસ પૂરા પાડશે, જે ભારતભરમાં 100,000 જેટલા વિદ્યાર્થીઓને અસર કરશે. 150 સંસ્થાઓમંથી 100 બિન-નફાકારક સંસ્થાઓને એમેઝોનના વોલન્ટીયરીંગ કાર્યક્રમના ભાગરૂપે આંતરિક કર્મચારીઓના નોમિનેશન્સના આધારે પસંદ કરવામાં આવશે.
વધુમાં ગ્રાહકોને રોકડમાં કે તેમના જૂના મોબાઇલ ફોન્સ આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, જેને બાદમાં રિફર્બીશ કરવામાં આવશે અને યુવાનોમાં ડિજીટલ ડિવાઇસ શિક્ષણ પૂરું પાડવા માટે વિતરિત કરવામાં આવશે.
વિકસી રહેલા ડિજિટલ વિશ્વને કારણે, ડિજિટલ ડિવાઇસમાં ઍક્સસ યુવાનો માટે શીખવા, અન્વેષણ કરવા અને વિકસવા માટે ઘણી તકો ખોલી શકે છે; હજુ સુધી દેશમાં વ્યાપક ડિજિટલ વિભાજન અસ્તિત્વમાં છે. રોગચાળાએ આ ડિજિટલ વિભાજનને દૂર કરવાની તાકીદને રેખાંકિત કરી છે,
અને આરોગ્યસંભાળ, શિક્ષણ અને નાણાકીય સેવાઓની ઓનલાઇન એકસરખી પહોંચ સુનિશ્ચિત કરી છે. ડિલિવરિંગ સ્માઇલ પહેલ દ્વારા, એમેઝોન ઇન્ડિયા સીધુ જ આપશે, અને હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોના વિદ્યાર્થીઓ અને યુવાનો વચ્ચે ડિજિટલ ડિવાઇસોનું યોગદાન સરળ બનાવશે અને ભારતના ડિજિટાઇઝેશન લક્ષ્યોમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખશે.“
ગ્રાહકો દ્વારા રોકડ યોગદાનને ભારતના સૌથી મોટા અને અત્યંત વિશ્વસનીય ગિવીંગ પ્લેટફોર્મ વચ્ચે એમેઝોન પે અને ગિવ ઇન્ડિયા વચ્ચેની ભાગીદારી દ્વારા સક્ષમ છે. યોગદાનમાંથી મળેલી રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે નવા ડિવાઇસો, ડેટા કાર્ડ અને ડિજિટલ એસેસરીઝ ખરીદવા માટે કરવામાં આવશે.
ગ્રાહકોને તેમના જૂના મોબાઈલ ફોનને ઓનલાઈન ફાળો આપવા માટે સક્ષમ બનશે, જેના દ્વારા એમેઝોનના આ પહેલમાં ભાગીદાર કેશીફાઈ, જૂના મોબાઈલને પસંદ કરવામાં સક્ષમ બનશે જેને રિફર્બીશ કરવામાં આવશે અને ટકાઉ સામગ્રીના ક્ષેત્રમાં કાર્યરત ભારતની અગ્રણી બિનનફાકારક સંસ્થા ગુંજને આપવામાં આવશે.