યુવતિએ પિતા વિષે આપવીતીમાં શું કહ્યું, પોલિટીકલ પાર્ટીના નેતાઓ સહિત 28 સામે ફરિયાદ
લલીતપુર, ઉત્તર પ્રદેશના લલીતપુર જિલ્લામાં એક ૧૭ વર્ષીય કિશોરીએ પોતાના પિતા અને નજીકના સંબંધીઓ સહિત ૨૮ લોકો પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના નેતાઓના નામ પણ સામેલ છે. કિશોરીનું કહેવું છે કે આ લોકો વર્ષો સુધી તેણીને હવસનો શિકાર બનાવતા રહ્યા હતા. આ કેસમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ફરિયાદમાં કિશોરીએ આક્ષેપ લગાવ્યો છે કે, તેણી જ્યારે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તેના પિતાએ પોર્ન વીડિયો બતાવીને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, એ સમયે કિશોરીએ એવું થવા દીધું ન હતું. જે બાદમાં પિતા તેને નવા કપડાં અને ગાડી શીખવવાના બહાને ખેતરમાં લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. સાથે જ પિતાએ એવી ચીમકી આપી હતી કે જાે તેણી આ વાત કોઈને કહેશે તો તે તેની માતાની હત્યા કરી નાખશે.
જેના થોડા દિવસ બાદ કિશોરી સ્કૂલેથી પરત ફરી રહી હતી ત્યારે તેના પિતાએ તેણીને કંઈક ખવડાવી દીધું હતું અને એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં પિતાએ તેણીને એક મહિલાના હવાલે કરી દીધી હતી. મહિલા કિશોરીને રૂમમાં એકલી મૂકીને ભાગી ગઈ હતી.
થોડા સમય પછી તેણી બેભાન બની ગઈ હતી ત્યારે એક વ્યક્તિ રૂમમાં આવ્યો હતો. કિશોરી જ્યારે ભાનમાં આવી ત્યારે તેનો યુનિફોર્મ અને જૂતા બરાબર ન હતા. તેણીને પેટમાં દુઃખાવો થઈ રહ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે બાદમાં કિશોરી સાથે બળાત્કારનો સિલસિલો યથાવત રહ્યો હતો. દરેક નવો વ્યક્તિ તેની સાથે અમાનવીય રીતે બળાત્કાર ગુજારતો હતો. આ દરમિયાન કિશોરીને ધમકાવવામાં આવતીહતી. કિશોરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે થોડા સમય પછી તિલક યાદવ આવ્યો હતો, તેણે એવા અમાનવીય રીતે બળાત્કાર ગુજાર્યો કે જાણે તે કોઈ બદલી લઈ રહ્યો હતો.