Western Times News

Gujarati News

કોરોના કાળમાં છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં જમીનો NA કરાવવા કેટલી અરજીઓ આવી

અમદાવાદ, ગુજરાતમાં ખેતીની જમીનો હવે બિન ખેતીમાં પરીવર્તીત થઈ રહી છે. ખેતી કરવી દિનપ્રતીદીન મોઘું બન્યું છે. ત્યારે ખેતીની જમીનો બિનખેતી કરીને વેચાઈ રહી છે. પરીણામે આજે એવું ચિત્ર ઉપસ્યું છે કે, બિન ખેતીની અરજીઓમાં નોધપાત્ર વધારો નોધાયો છે મહેસુલ વિભાગના મતે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં બિન ખેતીની જમીન કરાવવા માટે કુલ મળીને પપ,૧પ૭ અરજીઓ આવી છે.

ગુજરાતમાં ઔધોગિક વિકાસ થઈ રહયો છે. સાથે સાથે શહેરીકરણ પણ પુરજાેશમાં વધી રહયું છે. આ તરફ ખેડૂતો અન્ય વ્યવસાય તરફ વળ્યાં છે.

કેમકે, ખેત ઉત્પાદનમાં પુરતુ વળતર મળતું નથી. આ જાેતાં ખેતીની જમીનો બિન ખેતીમાં પરીવર્તીત થઈ રહી છે. મહેસુલ વિભાગના મતે વર્ષ ર૦૧૮માં ખેતીની જમીન બિન ખેતી કરવા માટે કુલ ૩૬૭૪ અરજીઓ મળી હતી. જયારે વર્ષ ર૦૧૯માં અરજીઓની સંખ્યા વધીને ૩રપ૪૬ સુધી પહોચી હતી.

વર્ષ ર૦ર૦માં બિન ખેતી માટે મહેસુલ વિભાગને રર,૬૧૧ અરજીઓ મળી હતી. મહત્વની વાત તો એ છે કે વર્ષ ર૦૧૮ની સરખામણીએ વર્ષ ર૦ર૦માં બિન ખેતીની અરજીઓમાં પાંચ ગણો વધારો નોધાયો હતો.

આખાય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાંથી બિન ખેતી માટે સરકારને વધુ અરજીઓ મળી હતી જયારે ડાંગમાં સૌથી ઓછી અરજીઓ મળી હતી. વર્ષ ર૦૧૮માં અમદાવાદ જીલ્લામાં બિન ખેતીની કુલ ૧૮૦ર અરજી મળી હતી. અને વર્ષ ર૦ર૦માં અરજીઓની સંખ્યા ૪૪૪પ સુધી પહોંચી હતી.

ગાંધીનગર જીલ્લામાં પ વર્ષ ર૦ર૦માં ર૧૯પ અરજીઓ મહેસુલ વિભાગને મળી હતી. અન્ય જીલ્લા કરતાં બોટાદ, તાપી અને દ્વારકામાં બિન ખેતીની અરજીઓની સંખ્યા ઘણી ઓછી રહી છે. આમ જાણકારોનું કહેવું છે કે, જાે આ જ પરીસ્થિતિ રહી તો, ગુજરાતમાં ખેતીની જમીનમાં ધરખમ ઘટાડો થાય તેવી શકયતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.