Western Times News

Gujarati News

પ્રથમ વખત સોલાર સિસ્ટમ બહારથી રેડિયો સિગ્નલ મળ્યા

નવી દિલ્હી, આપણી પૃથ્વી સિવાય પણ અન્ય કોઈ ગ્રહ પર જીવન છે કે નહીં? આ પ્રશ્ન સદીઓથી એક રહસ્ય છે. પણ તાજેતરમાં જ વૈજ્ઞાનિકોને એક એવો રેડિયો સંદેશ મળ્યો છે, જેનાં આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રહ્માંડમાં ક્યાંક ને ક્યાંક જીવન અસ્તિત્વમાં છે. અસલમાં અંતરિક્ષમાં વૈજ્ઞાનિકોને પ્રથમ વખત એવા તારાઓ વિશે માહિતી મળી છે જે રેડિયો સિગ્નલ મોકલી રહ્યા છે.

આ રેડિયો સંદેશથી માલુમ પડ્યું છે કે આ તારાઓની આસપાસ છૂપાયેલા ગ્રહો પણ અસ્તિત્વમાં છે. દુનિયાનાં સૌથી શક્તિશાળી એન્ટેનાની મદદથી વૈજ્ઞાનિકોએ આ સિગ્નલ પકડ્યા છે. આ લો ફ્રિક્વન્સી એન્ટેના નેધરલેન્ડમાં આવેલું છે. આપણી સોલાર સિસ્ટમ બહારથી પ્રથમ વખત રેડિયો સિગ્નલ પકડાયા બાદ ફરી એક વખત એલિયનની હયાતી અંગે ચર્ચા છેડાઈ છે.

યુનિવર્સિટી ઑફ ક્વીન્સલેંડના ડૉ. બેન્જામીન પોપ અને તેમની ટીમનું આ અંગે કહેવું છે કે, છૂપાયેલા ગ્રહોને શોધવાની આ નવી ટેક્નોલોજીથી બ્રહ્માંડમાં અન્ય ક્યાંક પણ જીવન હોવાની શક્યતા મજબૂત બની રહી છે. અન્ય ક્યાંય જીવનની શક્યતા છે કે નહી તે આજની તારીખમાં ખગોળ વિજ્ઞાનનો સૌથી મોટો પ્રશ્ન છે.

અંતરિક્ષ વૈજ્ઞાનિકો Low-Frequency Arrayની મદદથી જ બ્રહ્માંડમાં અન્ય ગ્રહોની શોધ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ ૧૯ સુદુર રે ડ્‌વાર્ફ સિગ્નલ પકડ્યા છે. આ સિગ્નલમાંથી ૪ સિગ્નલોમાં સ્પષ્ટપણે માલુમ પડે છે કે તે તારાઓની આસપાસ ગ્રહો હાજર છે.

અંતરિક્ષ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી જાણે છે કે આપણા સૂર્યમડળના ગ્રહો શક્તિશાળી રેડિયો તરંગો મોકલે છે, આ તરંગનાં ચુંબકીય ક્ષેત્ર સૌર હવાથી મળે છે. આપણા સૌરમંડળની બહારના ગ્રહોના સિગ્નલ પકડવામાં હજી સુધી સફળતા મળી ન હતી.

આ પહેલા અંતરિક્ષ વૈજ્ઞાનિકો માત્ર આપણા સૌરમંડળના નજીકના તારાઓ વિશે જ શોધ કરી શક્યા હતા. નેચર એસ્ટ્રોનોમી પત્રિકામાં પ્રકાશિત એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિક એ બાબતને લઈને પૂર્ણ રીતે ચોક્કસ છે કે આ ચુંબકીય તરંગો તારામાંથી આવી રહી છે અને ત્યાં તે તારાની આસપાસ ફરતા ગ્રહો પણ હાજર છે. આ અભ્યાસના પ્રમુખ અને લેડેન યૂનિવર્સિટીના અંતરિક્ષ વૈજ્ઞાનિક ડૉ. જાેસેફ કૈલિંઘમ કહે છે કે આપણી ધરતીમાં બે ઓરા છે, જેને ઉત્તરી અને દક્ષિણી પ્રકાશ કહેવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.