આગામી ચૂંટણીને લઈને અમિત શાહે પાર્ટીની તૈયારીનું નિરીક્ષણ કર્યુ
નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિરીક્ષણ કર્યુ છે. ૧૧ અશોક રોડ પર યોજાયેલી બેઠકમાં ભાજપના સંગઠન મંત્રી બીએલ સંતોષ સહિત પાર્ટીના બીજા પદાધિકારીઓ સાથે તેમણે બેઠક કરી અને તૈયારીની વિગતો મેળવી હતી. આ બેઠકમાં પીયૂષ ગોયલ અને ભાજપના મહાસચિવ અરૂણ સિંહ પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પંજાબને છોડી બાકી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર છે. પંજાબમાં જ્યાં ભાજપની નજર સત્તા પર બેસવાની છે તો ચાર રાજ્યોમાં તે ફરી વાપસી કરવા ઈચ્છે છે.
આ પહેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના મોટા નેતાઓએ સોમવારે આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ બનાવવા પર ચર્ચા કરી હતી. જેપી નડ્ડા સાથે બીએલ સંતોષ, કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને પ્રદેશ મહાસચિવ (સંગઠન) સુનીલ હંસલે પણ આશરે પાંચ કલાક ચાલેલી બેઠકમાં ભાગ લીધો હતો.
પાર્ટીના ૧૧ અશોક રોડ સ્થિત પૂર્વ મુખ્યાલય પર બેઠક થઈ જેનો ઉપયોગ હવે ચૂંટણી મેનેજમેન્ટ માટે વોર રૂમના રૂપમાં કરવામાં આવે છે.
સૂત્રો અનુસાર ભાજપે ઉત્તર પ્રદેશમાં ૧૦૦ દિવસમાં ૧૦૦ કાર્યક્રમ આયોજીત કરવાનું માળખું તૈયાર કર્યું છે. પાર્ટી પહેલા જાહેરાત કરી ચુકી છે કે રાજનીતિક રૂપથી મહત્વપૂર્મ આ રાજ્યોમાં અતિ પછાત વર્ગના ૨૦૦થી વધુ સંમેલન આયોજીત કરવામાં આવશે.HS