મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝ બાદ નોરાનું કનેક્શન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Nora-1024x569.jpg)
મુંબઈ, મની લૉન્ડ્રિંગ કેસમાં હવે નોરા ફતેહીને સમન્સ આપવામાં આવ્યું છે. ED (ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ)એ આ પહેલાં જેક્લીન ફર્નાન્ડિઝને સમન્સ પાઠવ્યું હતું. જેક્લીનને બીજીવાર સમન્સ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલાં EDએ જેકલીનની પૂછપરછ કરી હતી. તેમાં નોરાનું નામ બહાર આવ્યું હતું. તેથી તેને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. Nora Fatehi, Jacqueline Fernandez summoned by ED for questioning in money-laundering case
સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીન ઉપરાંત નોરાનું કનેક્શન સામે આવ્યું છે. ED આ અંગે નોરા સાથે પૂછપરછ કરવા માગે છે. સુકેશે જેક્લીનને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ જ અંગે એક્ટ્રેસને સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.
જેક્લીન તથા નોરાને મુંબઈની MTNL બિલ્ડિંગમાં આવેલી EDની ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. બંનેની PMLA (પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટ 2002) હેઠળ પૂછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સી જાણવા માગે છે કે નોરા તથા જેકલીને સુકેશ સાથે કોઈ લેવડ-દેવડ કરી હતી કે નહીં.