પિંગા સોંગ પર પ્રિયંકા અને માધુરી હવે સાથે ડાન્સ કરશે
મુંબઇ, ગ્લોબલ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકને લઇને વ્યસ્ત બનેલી છે. આ ફિલ્મ ઓક્ટોબર મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મને લઇને તે હાલમાં જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી રહી છે. હવે એવુ જાણવા મળ્યુ છે કે તે ટુંક સમયમાં ફરહાન અખ્તરની સાથે ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાનેના પ્રમોશનમાં પહોંચનાર છે. ડાન્સ દિવાનેના સેટ પર પ્રિયંકા ફિલ્મ બાજીરાવ મસ્તાનીના ગીત પિંગા પર ઝુમતી નજરે પડનાર છે. આ ગીત ખુબ સુપરહિટ છે.
આ ગીત પર પ્રિંયંકા ચોપડાની સાથે માધુરી દિક્ષિત પણ ઝુમતી નજરે પડનાર છે. આ ગીત પર શોની જજ તરીકે રહેલી અને ડાન્સ આયકન તરીકે વિશ્વમાં લોકપ્રિય રહેલી માધુરી દિક્ષિત પણ ડાન્સ કરનાર છે. ફિલ્મ ઓક્ટોબરમાં રજૂ કરવામાં આવનાર છે. સેટ પર બંને સામ સામે આવનાર છે. પિંગા ગીત પર ડાન્સને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રિયંકા ચોપડા હાલના દિવસોમાં ભારતમાં ઓછી સક્રિય દેખાઇ રહી છે. તે વિદેશમાં વધારે સમય ગાળે છે.
કારણ કે તે નિક જાનસ સાથે લગ્ન કર્યા બાદ હવે ભારત ઓછી આવે છે. જા કે તે ફિલ્મોને લઇને આશાવાદી છે. તેની પાસે હિન્દી ફિલ્મોની ઓફર આવી રહી છે. તેનુ કહેવુ છે કે તે જુદી જુદી ભાષામાં કામ કરવા માટે ઇચ્છુક છે. સાથે સાથે જુદા જુદા ભાષાની ફિલ્મનુ નિર્માણ કરવા માટે પણ ઇચ્છુક છે. આની શરૂઆત કરવામા આવી ચુકી છે. પ્રિયંકા ચોપડા દુનિયાની સૌથી મોટી સેલિબ્રિટી હોવાની સાથે સાથે હવે ભારે માંગ ધરાવતી એક વિશ્વ સ્તરની સ્ટાર છે. તે બોલિવુડની સાથે સાથે કેટલીક હોલિવુડ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. ડાન્સ દિવાનેના સેટ પર પહોંચવા માટે પ્રિયંકા ભારે ઉત્સુક છે. સાથે સાથે માધુરી જેવી મહાન સ્ટાર સાથે તે કામ કરવા માટે ઇચ્છા પણ ધરાવે છે.