સમય પર સરકારી સેવા ન આપવા બદલ ૨૫૦ અધિકારીઓને નોટીસ
ગુરૂગ્રામ, સમય પર સરકારી સેવાઓ ન આપવાનું અધિકારીઓને ભારે પડી રહ્યું છે અહીં ૨૫૦ આવા અધિકારીઓને નોટીસ આપવામાં આવી છે જેમણે સમય પર સેવાઓ આપી નથી. ત્રણ વાર ભુલ થવા પર આ અધિકારીઓને નોકરીમાંથી પણ કાઢવામાં આવી શકાય છે.
રાઇટ ટુ સર્વિસ કમિશનના મુખ્ય કમિશ્નર ટી સી ગુપ્તાએ કહ્યું કે સામાન્ય જનતાના દરરોજના કામ સમયબધ્ધ રીતે લોકોની સંતુષ્ઠિની સાથે થાય આજ આયોગનો હેતુ છે તેમણે કહ્યું કે સરકારના ૩૧ વિભાગોની ૫૪૬ સેવાઓ રાઇટ ટુ સર્વિસ એકટમાં નોટિફાઇડ છે તેમાં દરેક સેવા પ્રદાન કરવા માટે સમય સીમા નિર્ધારિત કરવામાં આવી છે સરકારી વિભાગોના અધિકારીઓને તે સમયે સેવાઓ સામાન્ય જનતાને આપવાની હોય છે આ દરમિયાન તમામ અધિકારીએ એ ધ્યાનમાં રાખે કે અરજીઓને રદ કરવાનો દર હોય અને તેમને મળવા પર જનતાની સંતુષ્ટી દરમાં સુધારો થાય.
હરિયાણાના રાઇટ ટુ સર્વિસ કમીશનના મુખ્ય કમિશ્નર ટી સી ગુપ્તાએ કહ્યું કે આ એકટ હેઠળ જે સર્વિસ નોટિફાઇ કરવામાં આવી છે તેમણે સમય પર ના આપવા પર લગભગ ૨૫૦ અધિકારીઓ અને કર્મચારીઓને આયોગે નોટીસ મોકલી છે.
તેમણે કહ્યું કે બેઠકો આયોજીત કરવાથી લોકોમાં ધીરે ધીરે રાઇટ ટુ સર્વિસ એકટ પ્રત્યે જાગૃતિ આવી રહી છે અને જયારે સેવા પ્રદાન કરવામાં વિલંબ કરનાર વ્યક્તિને દંડિત કરવામાં આવશે તો તેની સેવાઓ પર પ્રભાવ પણ જાેવા મળશે સાથે જ સામાન્ય જનતાને રાહત મળશે.
તેમણે તમામ અધિકારીઓને સાવધાન કરતા કહ્યું કે સેવા આપવામાં વિલંબ કરનારા અધિકારી કે કર્મચારી ઉપર ૨૦ હજાર રૂપિયા સુધીનો દંડ લગાવવાની શક્તિઓ પ્રાપ્ત થયેલી છે આ દંડ સંબંધિત અધિકારી કે કર્મચારીને પોતાના પગારમાંથી ભરવાના હોય છે અને જે પણ અધિકારી કે કર્મચારી ઉપર ત્રણ વાર દંડ લાગશે તો આયોગ તેને નોકરીથી બરતરફ કરવાની સરકારને ભલામણ કરશે આ સાથે જ પીડિત અરજીકર્તાને પણ આયોગ ૫ હજાર રૂપિયા સુધીનું વળતર વિલંબ માટે આપી શકાય છે જયારે આયોગના નિર્ણયની વિરૂધ્ધ અપીલ હાઇકોર્ટમાં જ થઇ શકે છે.HS