Western Times News

Gujarati News

પાક. શાંતપ્રિય દેશ, ભારત પગલા લેશે તો નિષ્ફળ બનાવાશે

ઇસ્લામાબાદ, એક દિવસ પહેલા, ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, જાે પાકિસ્તાન તેની હરકતો નહીં છોડે તો ભારત તેના પર બીજી સર્જિકલ સ્ટ્રાઈક કરશે. આ નિવેદન પર પાકિસ્તાને કહ્યું છે કે, પાકિસ્તાન શાંતિ પ્રિય દેશ છે, પરંતુ જાે ભારત કોઈ આક્રમક પગલાં લેશે તો તેને નિષ્ફળ બનાવવામાં આવશે.

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરને યાદ કરતા શાહે કહ્યું હતુ કે, સર્જિકલ સ્ટ્રાઈક ભારતના સંરક્ષણમાં નવો અધ્યાય હતો. અમે સંદેશ આપ્યો કે, ભારતની સરહદો પર કોઈ કાર્યવાહી કરી શકે નહીં. વાત કરવાનો સમય હતો, પણ હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે.

અમિત શાહના નિવેદન બાદ પાકિસ્તાને કહ્યું કે, ‘અમિત શાહનું નિવેદન વધુ સર્જિકલ સ્ટ્રાઈક માટે ચેતવણી છે. આ બેજવાબદાર અને ઉશ્કેરણીજનક છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું, તેમનું ભ્રામક નિવેદન માત્ર ભાજપ-આરએસએસ ગઠબંધનની વૈચારિક કારણો અને રાજકીય લાભ માટે પ્રાદેશિક તણાવ ઉશ્કેરવાની વૃત્તિ દર્શાવે છે, જે પાકિસ્તાન પ્રત્યે દુશ્મનાવટ પર આધારિત છે.

પાકિસ્તાન શાંતિ પ્રેમી દેશ છે. અમે કોઈપણ આક્રમક યોજનાને સંપૂર્ણ રીતે નિષ્ફળ બનાવવા માટે કોઈ કસર છોડીશું નહીં. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાને ૨૦૧૯માં ભારતના બાલાકોટ ઓડસિટીનો જડબાતોડ જવાબ આપ્યો. આમાં એક ભારતીય ફાઇટર પ્લેનને તોડી પાડ્યુ હતુ અને ભારતીય વાયુસેનાના પાયલોટને પકડી પણ પાડ્યો હતો.

ભારતીય આક્રમણને રોકવા માટે અમારા સશસ્ત્ર દળોની ઈચ્છા, ક્ષમતા અને સજ્જતાને સંપૂર્ણ રીતે દર્શાવે છે. ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે જાે પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નાગરિકોની થતી હત્યાને સમર્થન આપતું રહ્યું અને સરહદ વટાવી તો તેના પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક થશે.

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા પૂંચ પર હુમલો થયો તો ભારતે પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઇક કરીને બતાવી દીધું હતું કે, ભારતની સરહદ સાથે જરા પણ છેડછાડ કરવામાં આવી તો શું થઈ શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે પહેલી વખત ભારત પોતાની સરહદની સુરક્ષા માટે કેટલું સભાન છે તે સાબિત કર્યુ. ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન અને પાકિસ્તાનનું રિએક્શન એવા સમયે આવ્યું છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં નાગરિકોની હત્યાની ઘટનાઓ વધી રહી છે.

શાહ ૨૩ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર દરમિયાન જમ્મુ -કાશ્મીરની મુલાકાત લેશે, ઓગસ્ટ ૨૦૧૯માં કલમ ૩૭૦ હટાવ્યા બાદ તેમની આ પ્રથમ મુલાકાત છે. ઉલ્લેખનીય છે કે, કલમ ૩૭૦ હટાવ્યા બાદથી પાકિસ્તાન વધુ ઠંડુ રહ્યું છે. આ જ કારણ છે કે, પાકિસ્તાની નેતાઓ દરરોજ ભારત સામે ઝેર ઓકતા રહે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.