કાર્તિક યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છોડ્યા બાદ ભાવુક થયો
મુંબઈ, સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં ટૂંક સમયમાં જ નવી વાર્તા અને કલાકારો આવશે. ૨૦૧૬માં કાર્તિકના રોલમાં એક્ટર મોહસિન ખાન આ શો સાથે જાેડાયો હતો. કાર્તિકના રોલમાં મોહસિનને દર્શકોનો અઢળક પ્રેમ મળ્યો હતો. મોહસિન અને શિવાંગી જાેશી (નાયરા/સીરત)ની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. હવે સાડા પાંચ વર્ષ બાદ મોહસિન આ શો છોડી રહ્યો છે. ૨૦૦૯માં શરૂ થયેલી આ સીરિયલ હવે નવી સ્ટોરીલાઈન સાથે આગળ વધવાની છે. તાજેતરમાં જ મોહસિન ખાને છેલ્લા દિવસનું શૂટિંગ પૂરું કર્યું છે.
મોહસિનની શોમાંથી વિદાયને યાદગાર બનાવા માટે પ્રોડ્યુસર રાજન શાહી સહિત કાસ્ટ અને ક્રૂ હાજર રહ્યા હતા. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પોતાના શાનદાર પર્ફોર્મન્સથી દર્શકોનું દિલ જીતનારા મોહસિન ખાને કાસ્ટ સાથેની મીઠી યાદોને વાગોળી છે. મોહસિને શો સાથે જાેડાયેલા અનુભવો શેર કરતાં કહ્યું, સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો અનુભવ ખૂબ સારો રહ્યો છે પણ કહેવાય છે ને કે દરેક સારી વસ્તુનો અંત આવે છે.
આ શોનું હંમેશા મારા દિલમાં ખાસ સ્થાન રહેશે. છેલ્લા થોડા દિવસો મારા માટે સુખ-દુઃખની ઝાંખી સમાન રહ્યા કારણકે હું મારા ઓનસ્ક્રીન પાત્ર કાર્તિક સાથે દિલથી જાેડાયેલો છું. હું આ રોલ ભજવવાનું અને રોજ શોની ટીમ સાથે સમય પસાર કરવાનું યાદ કરીશ.
શોની કાસ્ટ મારા પરિવાર જેવી છે અને હું તમામને ભવિષ્ય માટે શુભેચ્છા આપું છું. હું સ્ટાર પ્લસ, રાજન શાહી સર અને ખાસ દર્શકોનો આભાર માનું છું કારણકે તેમણે મને ભરપૂર પ્રેમ આપ્યો છે. આ ક્ષણોને હું આખી જિંદગી વાગોળીશ. કેમેરા પર દેખાતા, કેમેરા પાછળ રહીને કામ કરતાં તમામ લોકો અને દર્શકોનો આ સુંદર યાદો આપવા માટે આભાર.
દિલથી કૃતજ્ઞ છું, તેમ મોહસિને વાત પૂરી કરતાં જણાવ્યું. જણાવી દઈએ કે, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના આગામી એપિસોડમાં દર્શકોને ધમાકેદાર ટિ્વસ્ટ એન્ડ ટર્ન્સ જાેવા મળશે. જણાવી દઈએ કે, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સીરિયલ છેલ્લા ૧૨ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોની શરૂઆતમાં લીડ રોલમાં હિના ખાન અને કરણ મહેરા હતા. ત્યારબાદ આ બંનેએ શો છોડતાં મોહસિન ખાન અને શિવાંગી જાેશીને લીડ રોલમાં લેવાયા હતા.SSS