પરિવારમાં દીકરીનો જન્મ, પેટ્રોલપંપ માલિક એક્સ્ટ્રા પેટ્રોલ આપી રહ્યા છે
ભોપાલ, પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે મધ્યપ્રદેશના બૈતુલમાં એક પેટ્રોલપંપ સંચાલક ૫% થી લઈને ૧૦% સુધીનું એક્સ્ટ્રા પેટ્રોલ આપી રહ્યો છે. તેનું કારણ કોઈ તહેવાર નથી પરંતુ પરિવારમાં દીકરીનો જન્મ છે. હવે વધતી મોંઘવારી વચ્ચે આ રીતે પેટ્રોલ પંપ પર મળી રહેલ એક્સ્ટ્રા પેટ્રોલથી ગ્રાહકોને આંશિક રાહત ચોક્કસ મળી રહી છે.
દીકરાનો જન્મ થાય તો લોકો ઉજવણી કરતા હોય તે સ્વાભાવિક છે. પરંતુ કેટલાંક એવા પણ લોકો હોય છે જેમના ઘરે દીકરીનો જન્મ થાય તો તેમની ખુશીનું ઠેકાણું નથી રહેતું.
એવું જ થયું બૈતૂલના એક સૈનિક પરિવારમાં જ્યાં તેમના ઘરમાં નવા સભ્ય તરીકે એક દીકરીનો જન્મ થયો અને આ નવા મહેમાનનું સ્વાગત તેમણે પોતાના પેટ્રોલપંપ પર આવનાર ગ્રાહકોને પણ પોતાની ખુશીમાં સામેલ કરતા તેમને એક્સ્ટ્રા પેટ્રોલ આપી રહ્યા છે.
બૈતૂલના રાજેન્દ્ર સેનાનીની ભત્રીજી શિખાએ ૯ ઓક્ટોબરે દીકરીને જન્મ આપ્યો. નવરાત્રીમાં દીકરીના જન્મ પર સેનાની પરિવાર ખુબ જ ખુશ થયો અને પરિવારમાં દીકરીના જન્મને યાદગાર બનાવવા માટે સેનાની પરિવાર પોતાના પેટ્રોલપંપ પર ગ્રાહકોને પોતાની ખુશીમાં સામેલ કરતા ૧૩ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી સવારના ૯ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી અને સાંજે ૫ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી જે ગ્રાહકો પેટ્રોલ ભરાવે છે તેમને એક્સ્ટ્રા પેટ્રોલ આપી રહ્યા છે.૧૦૦ રૂપિયાનું પેટ્રોલ લેવા પાર ગ્રાહકોને ૧૦૫ રૂપિયાનું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે.
તો ૧૦૦ રૂપિયાથી વધુ ૫૦૦ સુધીના પેટ્રોલ પર ૧૦% એક્સ્ટ્રા પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. પેટ્રોલપમ્પ સંચાલિત રાજેન્દ્ર સેનાની જણાવે છે કે દીકરાના જન્મ પર આપણે ખુશ થઈએ છીએ પરંતુ મારા ઘરે ભત્રીજીને દીકરી અવતરી છે તેની ખુશી અમે ગ્રાહકો સાથે શેર કરી છે અને ૩ દિવસ માટે રોજના અમુક કલાકો સુધી જે ગ્રાહકો પેટ્રોલ ભરાવવા આવશે તેમને એક્સ્ટ્રા પેટ્રોલ આપવામાં આવશે.HS