ડિલિવરી હૉસ્પિટલના ટૉઈલેટમાં થઇ, સીવરમાં નવજાત ફસાતા મોત
કાનપુર, કાનપુરની હેલટ હૉસ્પિટલમાં બેદરકારીની એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક પ્રેગનેન્ટ મહિલાની ડિલિવરી ટૉયલેટમાં થઈ ગઈ અને તેનું નવજાત બાળકનું ટૉયલેટ શીટમાં ફસાઈ જવાથી મોત થઈ ગયું. પતિનો આરોપ છે કે રાતે પત્નીને લેબર પેન થયું, પરંતુ ડૉક્ટર કે નર્સે ધ્યાન ન આપ્યું. જ્યારે તે ટૉયલેટ ગઈ તો ત્યાં જ તેની ડિલિવરી થઈ ગઈ. હેલટ હૉસ્પિટલમાં બુધવારે રાતે મોબિનની પત્ની હસીના બાનોને તાવના કારણે એડમિટ કરાવવામાં આવી હતી.
હસીના ૮ મહિનાની પ્રેગનેન્ટ હતી. રાતે તેને લેબર પેન થયું પરંતુ વોર્ડની નર્સોએ એમ કહીને ડિલિવરી વોર્ડમાં એડમિટ કરવાની ના પાડી દીધી કે આ અમારી બાબત નથી. જ્યારે પરિવારજનો આજીજી કરતા રહ્યા.
આ દરમિયાન હસીના ટૉયલેટમાં જતી રહી જ્યાં ટૉયલેટ શીટ પર જ તેની ડિલિવરી થઈ ગઈ અને તેનું નવજાત સંતાન ટૉયલેટ શીટની સીવર લાઇનમાં ફસાઈ ગયું. મોબિનનો આરોપ છે કે જન્મના સમયે તેનું સંતાન જીવિત હતું. જ્યાં સુધી ઇમરજન્સીથી ડૉક્ટર અને સ્ટાફ આવીને શીટ તોડીને સંતાનને કાઢે ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું.
આ ઘટનાની સૌથી દુઃખદ વાત એ હતી કે મોબિન એ દરમિયાન સંતાનનો પગ પકડીને ટૉયલેટ શીટ પર ઊભો ઊભો તેને બચાવવા માટે રડતો રહ્યો પરંતુ નવજાતને બચાવી શકાયું નહીં. મોબિનનો આરોપ છે કે ટૉયલેટ શીટમાં નવજાત મોઢાના બળે ફસાઈ ગયું હતું જ્યારે નીચે સીવરનું પાણી ભરાયેલું હતું. નવજાતને કાઢવામાં મોડું થઈ જવાના કારણે તેનું મોત થઈ ગયું. મોબિન ઉપરથી નવજાતનો પગ પકડીને મદદ માટેની આજીજી કરતો રહ્યો. મદદ ન મળવાના કારણે પરિવારજનો હેલટના ઇમરજન્સી પહોંચ્યા.
ઇમરજન્સીથી ઇએમઓ અને અન્ય સ્ટાફ વોર્ડ ૭મા પહોંચ્યા. નવજાતને કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળવા પર ટૉયલેટ શીટ તોડવામાં આવી.
જ્યાં સુધીમાં નવજાતને ટૉયલેટથી કાઢવામાં આવે ત્યાં સુધીમાં નવજાતનું મોત થઈ ગયું હતું. આ ઘટનામાં મેડિકલ કૉલેજના પ્રિન્સિપલ ડૉક્ટર સંજય કાલા અને હેલટના અધિક્ષક ડૉ. ઋચા ગિરિ મૌન સાધી રહ્યા છે પરંતુ રાતે કૉલેજ પ્રશાસન તરફથી એક પ્રેસ નોટ જાહેર કરીને સફાઇ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલનું કહેવું છે કે મહિલાને લેબર પેન નહોતું. તેના બે સંતાનના અગાઉ પણ ડિલિવરી પહેલા જ મોત થઈ ચૂક્યા છે.HS